Bengaluru : નશામાં ધૂત નબીરાએ ડિવાઈડર સાથે કાર અથડાવતા હવામાં ઉછળી, અકસ્માતના CCTV આવ્યા સામે
- Bengaluru : ઇન્દિરા નગરમાં સર્જાયો એક મોટો અકસ્માત
- નશામાં ધૂત નબીરાએ ડિવાઈડર સાથે કાર અથડાવતા હવામાં ઉછળી
- અકસ્માતના CCTV આવ્યા સામે આવ્યા, પોલીસે હાથ ધરી તપાસ
Bengaluru : બેંગલુરુમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ હવામાં ઉછળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સ્પીડમાં આવતી કાર ડિવાઈડર સાથે અથડાયા પછી ફૂટબોલની જેમ ઉછળી ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર ડિવાઈડર સાથે અથડાઈ બીજી તરફ સામે આવેલી રેસ્ટોરન્ટની દિવાલ સાથે અથડાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ કાર 42 વર્ષીય ડેરિક ટોની ચલાવી રહ્યો હતો.
Bengaluru : નશામાં ધૂત હતો કાર ચાલક
બેંગલુરુના ઇન્દિરા નગરમાં એક મોટી દુર્ઘટના ટળી છે. એક ઝડપી ગતિએ આવતી કાર રોડ ડિવાઇડર ઓળંગીને 100 ફૂટ રોડ પર એક રેસ્ટોરન્ટ સાથે અથડાઈ. ગુરુવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ થયેલી આ ભયાનક ટક્કર સીસીટીવીમાં કેદ થઈ હતી. ડ્રાઇવરની ઓળખ 42 વર્ષીય ડેરિક ટોની તરીકે થઈ છે, જે 18મા મેઇન રોડથી 100 ફૂટ રોડ તરફ જઈ રહ્યો હતો.
પૂરપાટ સ્પીડમાં આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ
આ ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, અને એક વીડિયો પણ સામે આવ્યો છે. સ્કોડા કાર 18મા મેઈન રોડથી 100 ફૂટ રોડ જંકશન તરફ ઝડપથી જઈ રહી હતી. ડાબી બાજુ વળવા માટે ધીમી થવાને બદલે, કાર સ્પીડમાં હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. ડિવાઇડર પાર કર્યા પછી, તે એક મોટરસાઇકલ સવારને ટક્કર મારી અને પછી બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટની બહારની દિવાલ સાથે અથડાઈ.
Our roads are a death trap even for pedestrians 🥺
Location: Indira Nagar, Bengaluru. pic.twitter.com/oIjCMGQfrD
— Vije (@vijeshetty) January 10, 2026
લોકોને થયો ચમત્કારિક બચાવ
રેસ્ટોરન્ટમાં જમવા આવેલા કેટલાક લોકો રેસ્ટોરન્ટની બહાર ઉભા હતા. તે સમયે અચાનક કાર આવતા જોઈ તે ભાગી ગયા હતા. જેથી તેનો માંડ માંડ બચાવ થયો હતો. સદનસીબે કોઈ પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: I-PAC કેસ મામલે ED પહોંચી સુપ્રીમ કોર્ટના શરણે, મમતા સરકારે પણ કેવિએટ અરજી કરી દાખલ!


