ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

છૂટાછેડાં વખતે પત્નીએ કંગન પાછા આપી ભરણ-પોષણ પણ ન માંગ્યું! SCએ કહ્યું-દુર્લભ સમજૂતી, ખુશ રહો

જસ્ટિસ પારડીવાલાએ મહિલાને કહ્યું કે આ એ દુર્લભ મામલાઓમાંથી છે કે જ્યાં કોઈપણ પ્રકારની લેણદેણ થઈ નથી. અમે તમારી પ્રશંસા કરીએ છીએ. ભૂતકાળને ભૂલીને ખુશહાલ જીવન વીતાવો.
07:59 PM Dec 11, 2025 IST | Anand Shukla
જસ્ટિસ પારડીવાલાએ મહિલાને કહ્યું કે આ એ દુર્લભ મામલાઓમાંથી છે કે જ્યાં કોઈપણ પ્રકારની લેણદેણ થઈ નથી. અમે તમારી પ્રશંસા કરીએ છીએ. ભૂતકાળને ભૂલીને ખુશહાલ જીવન વીતાવો.
divorcesc_gujarat_first

. છૂટાછેડાંના કેસમાં સુપ્રીમ કોર્ટે મહિલાની પ્રશંસા કરી (Divorce case in sc)
. પારસ્પરિક સમજૂતીથી છૂટાછેડાંમાં મહિલાએ ભરણ-પોષણ છોડયું!
. જસ્ટિસ પારડીવાલાએ સ્મિત સાથે કહ્યુ- આજકાલ આવા ઉદાહરણ ઓછા જોવા મળે છે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક પરસ્પર સમજૂતીથી છૂટાછેડાંના મામલામાં મહિલાની ખૂબ પ્રશંસા કરી. મહિલાએ છૂટાછેડાં લીધી વખતે કોઈપણ પ્રકારનું ભરણ-પોષણ માંગ્યું નહીં. એટલું જ નહીં, લગ્ન સમયે પતિના માતા દ્વારા ભેંટમાં આપવામાં આવેલા કંગન પણ પાછા આપ્યા. કોર્ટે આ અત્યંત દુર્લભ સમજૂતી ગણાવીને પોતાના બંધારણીય અધિકારો હેઠળ લગ્ન ભંગ કર્યા.

લાઈવ લૉના અહેવાલ મુજબ, આ મામલો જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની ખંડપીઠની સમક્ષ સુનાવણી માટે યાદીબદ્ધ હતો. સુનાવણીની શરૂઆતમાં જ મહિલા તરફથી રજૂ થયેલા વકીલે કોર્ટને સૂચિત કરી કે તેમના અસીલ કોઈપણ પ્રકારનું ભરણ-પોષણ અથવા અન્ય આર્થિક પ્રતિપૂર્તિની માગણી કરી રહ્યા નથી.

Divorce case in sc : જજના ચહેરા પર જ્યારે આવ્યું સ્મિત!

કોર્ટે જણાવ્યું કે માત્ર સોનાના કંગન બાકી છે. ખંડપીઠે પહેલા ગલતફેમીમાં એવું માન્યું કે પત્ની પોતાનું સ્ત્રીધન પાછું માંગી રહી છે. પરંતુ જેવું વકીલે સ્પષ્ટ કર્યું કે આ કંગન તો મહિલા ખુદ પાછા આપી રહી છે, જે લગ્ન સમયે પતિના માતાએ તેમને ભેંટ કર્યા હતા. તો જસ્ટિસ પારડીવાળાના ચહેરા પર સ્મિત જોવા મળ્યું. તેમણે કહ્યુ- આ ઘણી જ દુર્લભ સમજૂતી છે કે જે તેમણે જોઈ છે. આજકાલ આવા ઉદાહરણ ઓછા જોવા મળે છે.

કોર્ટે પોતાના આદેશમાં લખ્યું- આ એ વિરલ મામલાઓમાંથી એક છે, જ્યાં કોઈપણ પ્રકારની માગણી કરવામાં આવી નથી. ઉલટું પત્નીએ લગ્ન સમયે મળેલા કંગન પણ પાછા આપ્યા છે. અમને જણાવવામાં આવ્યું કે આ કંગન પતિના માતાના છે. અમે આ પગલાંની પ્રશંસા કરીએ છીએ, કારણ કે આવું આજકાલ ઓછું જ જોવા મળે છે.

જજસાહેબે કહ્યુ- ખુશ રહો

સુનાવણી દરમિયાન જેવું પત્ની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા, તો જસ્ટિસ પારડીવાલાએ તેમને કહ્યુ- અમે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આ એ દુર્લભ મામલામાંથી છે જ્યાં કોઈપણ પ્રકારના લેણદેણ થયા નથી. અમે તમારી પ્રશંસા કરીએ છીએ. ભૂતકાળને ભૂલીને ખુશહાલ જીવન વીતાવો.

તેના પછી કોર્ટે અંતિમ આદેશ પારિત કરતા કહ્યું કે ઉપરોક્ત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા, અમે અનુચ્છેદ-142 હેઠળ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરતાં બંને પક્ષો વચ્ચે લગ્ન સંબંધને સમાપ્ત કરે છે. જો પક્ષકારો વચ્ચે કોઈ અન્ય કાર્યવાહી વિલંબિત છે, તો તે પણ સમાપ્ત કરવામાં આવે છે.

આ નિર્ણય એવા સમયે આવે છે જ્યારે મોટાભાગે છૂટાછેડાંના મામલામાં સંપત્તિ, ભરણ-પોષણ અને અન્ય આર્થિક દવાઓને લઈને લાંબી કાયદાકીય પ્રક્રિયા જોવા મળે છે. આ મામલામાં મહિલા દ્વારા કોઈપણ દાવાથી પરહેજ કરવો અને ભેંટ પાછી આપવી કોર્ટ અનુસાર અસાધારણ અને પ્રશંસનીય પગલું છે.

આ પણ વાંચો: Rajkot: ગોંડલમાં ભરણ પોષણના કેસ વચ્ચે કરૂણ અંત!, 6 વર્ષના વિવાદ બાદ યુવકે જીવન ટૂંકાવ્યું!, જાણો

Tags :
Divorcegujaratfirstnewshusbundjudgemarraige relationNew-DelhiSCSupreme Courtwife
Next Article