ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Covid19 મહામારી દરમિયાન કેરળ સરકાર લોકોના જીવ બચાવવાને બદલે ખિસ્સા ભરી રહી હતી : કોંગ્રેસ

કોરોના મહામારીમાં દુનિયાભરમાંથી લાખો લોકો મોતને ભેટી ગયા હતા. ભારતમાં પણ આ સમયગાળામાં સ્થિતિ સૌથી ખરાબ હતી. દરમિયાન વેક્સિનની સાથે, PPE કીટે પણ લોકોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
11:38 AM Jan 22, 2025 IST | Hardik Shah
કોરોના મહામારીમાં દુનિયાભરમાંથી લાખો લોકો મોતને ભેટી ગયા હતા. ભારતમાં પણ આ સમયગાળામાં સ્થિતિ સૌથી ખરાબ હતી. દરમિયાન વેક્સિનની સાથે, PPE કીટે પણ લોકોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Covid 19 PPE Kit Scam in Kerala

Covid19 : કોરોના મહામારીમાં દુનિયાભરમાંથી લાખો લોકો મોતને ભેટી ગયા હતા. ભારતમાં પણ આ સમયગાળામાં સ્થિતિ સૌથી ખરાબ હતી. દરમિયાન વેક્સિનની સાથે, PPE કીટે પણ લોકોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે કેરળમાં PPE કીટને લઈને સવાલ ઉઠ્યા છે. CAG (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટરો જનરલ) ના મંગળવારે જાહેર કરેલા રિપોર્ટમાં PPE કીટની ખરીદીમાં અનિયમિતતાઓ અને કૌભાંડના આરોપો લગાવાયા છે. આ રિપોર્ટ અનુસાર, કેરળ સરકારે PPE કીટ પર ખર્ચ કરતાં વધુ પૈસા ખર્ચ કર્યા હતા અને કેટલીક કંપનીઓને ફાયદો આપવાનો પ્રયાસ કર્યો હતો.

કંપનીને ફાયદો પહોંચાડવાનો આરોપ

CAG રિપોર્ટમાં જણાવાયું છે કે, PPE કીટ માટે વધારાના 10.23 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા. આ રિપોર્ટમાં સાન ફાર્મા નામની કંપનીને ફાયદો પહોંચાડવાનો આરોપ છે. આ કંપની સૌથી વધુ દરે PPE કીટ વેચી રહી હતી, છતાં તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે 100 ટકા પેમેન્ટ પણ અગાઉથી કરી દેવામાં આવતું હતું. CAG રિપોર્ટના જાહેર થતાં જ વિપક્ષી પાર્ટીઓએ LDF (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ) સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના નેતા વીડી સતીશને સરકાર પર આરોપ લગાવ્યો કે, તેમણે આ કૌભાંડમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને પૂર્વ આરોગ્ય પ્રધાન કેકે શૈલજા માટે જવાબદારી નિર્ધારિત કરવાની માંગ કરી. આ કૌભાંડના મામલાને લઈને કેકે શૈલજાએ જણાવ્યું કે રિપોર્ટની તપાસ ચાલી રહી છે, અને તે વિવાદના સમાધાન માટે યોગ્ય પગલાં ઉઠાવશે.

આ પણ વાંચો :  ચીની હોસ્પિટલમાં દર્દીઓની ભીડે અપાવી Corona ની યાદ, શું આ HMPV ના પેશન્ટ કે પછી..?

Tags :
CAGCAG ReportCAG report flags irregularities in PPE kits purchases by KeralaCAG report on covid 19Covid-19 pandemicCovid19Gujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahKerala governmentkerala govtkerala govt CAG reportKerala Newslatest newsPPE Kitppe kits
Next Article