Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UPA સરકાર સમયે રૂપિયો નબળો પડે તો આબરૂ જતી હતી, હવે મોદી સરકાર ગર્વ લે છે! પ્રિયંકા ગાંધી

Priyanka Gandhi Ask Qution to PM Modi : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, યુપીએ કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી રૂપિયાની કિંમતને પ્રતિષ્ઠા સાથે જોડતા હતા.
upa સરકાર સમયે રૂપિયો નબળો પડે તો આબરૂ જતી હતી  હવે મોદી સરકાર ગર્વ લે છે  પ્રિયંકા ગાંધી
Advertisement
  • પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
  • ડોલરની તુલનાએ રૂપિયો ઐતિહાસિક તળીયે પહોંચ્યો
  • મોદી સરકાર હવે કહી રહી છે પૈસો નબળો નથી પડતો ડોલર મજબુત થાય છે

Priyanka Gandhi Ask Qution to PM Modi : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, યુપીએ કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી રૂપિયાની કિંમતને પ્રતિષ્ઠા સાથે જોડતા હતા.

Priyanka Gandhi Attack On PM Modi: વાયનાડથી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમેરિકી ડોલરની તુલનાએ અત્યાર સુધીના સૌથી નિચલા સ્તર પર પહોંચવા અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેણે શનિવારે મોદી સરકારની આલોચના કરી અને આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબ પણ માંગ્યો હતો. તેમણે કહ્યું કે, યુપીએ સરકાર દરમિયાન રૂપિયાની કિંમત સરકારની આબરૂ સાથે જોડતા હતા.

Advertisement

ડોલરની તુલનાએ રૂપિયો શરમજનક સ્તરે પહોંચ્યો

કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ડોલરની તુલનાએ રૂપિયાની કિંમત અથ્યાર સુધીના સૌથી નિચલા સ્તર પર પહોંચી ચુકી છે. ઇતિહાસમાં પહેલીવાર એક ડોલરની કિંમત 86.4 રૂપિયા થઇ ચુકી છે. ડૉ.મનમોહન સિંહજીના કાર્યકાળમાં જ્યારે એખ ડોલરની કિંમત 58-59 રૂપિયા હતી. ત્યારે નરેન્દ્ર મોદીજી રૂપિયાની કિંમતને સરકારની આબરૂ સાથે જોડતા હતા. તેઓ કહેતા હતા કે, મને બધી ખબર છે, કોઇ દેશની કરન્સી આ પ્રકારે તુટી ન શકે. આજે તેઓ વડાપ્રધાન છે અને રૂપિયામાં ઘટાડા સાથે રેકોર્ડ તુટી ચુક્યો છે. તેને દેશની જતા જવાબ આપવા માંગે છે.

Advertisement

ડોલરની તુલનાએ કેટલો ઘટ્યો રૂપિયો

ગત્ત શુક્રવારે રૂપિયા પહેલીવાર અમેરિકા ડોલરની તુલનાએ 18 પૈસા ધટીને 86 ના સ્તર પાર કરી ચુકી છે. ત્યાર બાદ આ અમેરિકી ડોલરની તુલનાએ 86.04 પર બંધ થયો. સમાચાર એજન્સી પીટીઆઇના રિપોર્ટ અનુસાર ફોરેક્સ ટ્રેડર્સે કહ્યું કે, વિદેશમાં કાચા તેલની કિંમતો વધી છે અને ભારતમાં પણ શેરબજારમાં નકારાત્મક ધારણા બની છે. આ કારણ થી ભારતીય મુદ્રા પર તેની અસર પડી છે.

Tags :
Advertisement

.

×