Tatkal Tickets ના રીઝર્વેશન માટે 1 જુલાઈથી ઈ-આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનશે
- Tatkal Tickets ના રીઝર્વેશનમાં થતી ગરબડને રોકવાનો પ્રયાસ
- Tatkal Tickets ના રીઝર્વેશન માટે હવે e-Aadhaar Authentication ફરજિયાત
- 1 જુલાઈથી ભારતીય રેલવે આ નિયમ અમલી બનાવશે
Tatkal Tickets : 1 જુલાઈથી ભારતીય રેલવે દ્વારા તત્કાલ ટિકિટ રીઝર્વેશન માટે ઈ-ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવશે. રેલવે મંત્રાલયે તમામ ઝોન, ડિવિઝન અને રીઝર્વેશન કાઉન્ટરને પરિપત્ર મોકલીને આ આદેશ કર્યો છે. Tatkal Tickets ના રીઝર્વેશનમાં થતી ગરબડ અને છેતરપિંડીને અટકાવવા માટે ભારતીય રેલવેએ આ નિર્ણય કર્યો છે. હવે 1 જુલાઈ બાદ તત્કાલ ટિકિટના રીઝર્વેશનમાં ઈ-આધારના ઓથેન્ટિકેશનમાં OTP ફરજિયાત રહેશે.
તત્કાલ ટિકિટનું રીઝર્વેશન થશે ટ્રાન્સપેરન્ટ
ભારતીય રેલવેએ કરેલ આ નિર્ણયથી તત્કાલ ટિકિટના રીઝર્વેશનમાં પારદર્શીતા આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) એ તાજેતરમાં કહ્યું હતું કે, રેલવે ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ રીઝર્વેશન માટે ઈ-આધાર ઓથેન્ટિકેશનનો અમલ ફરજિયાત કરશે. તે અનુસંધાને ભારતીય રેલવેએ મંત્રાલયે તમામ ઝોન, ડિવિઝન અને રીઝર્વેશન કાઉન્ટરને પરિપત્ર મોકલીને આ આદેશ કર્યો છે. જેમાં તત્કાલ યોજનાના લાભો સામાન્ય ગ્રાહક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે 1 જુલાઈથી IRCTC વેબસાઈટ / એપ્લિકેશન દ્વારા ફક્ત આધાર પ્રમાણિત યુઝર્સ દ્વારા જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકાશે.
રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગ માટે નવો નિયમ, આધાર વેરિફિકેશન વગર નહીં બુક થાય ટિકિટ@IRCTCofficial @RailwaySeva @AshwiniVaishnaw #IndianRailways #TicketBooking #AadhaarVerification #IRCTC #BigBreaking #GujaratFirst pic.twitter.com/B50Kzd6GOn
— Gujarat First (@GujaratFirst) June 11, 2025
OTP નું ઓથેન્ટિકેશન ફરજિયાત
રેલવે મંત્રાલયે તમામ ઝોન, ડિવિઝન અને રીઝર્વેશન કાઉન્ટરને પરિપત્ર મોકલીને આદેશ કર્યો છે કે 1 જુલાઈથી IRCTC વેબસાઈટ / એપ્લિકેશન દ્વારા ફક્ત આધાર પ્રમાણિત યુઝર્સ દ્વારા જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકાશે. તત્કાલ ટિકિટના રીઝર્વેશનમાં ઈ-આધારના ઓથેન્ટિકેશનમાં OTP ફરજિયાત રહેશે. સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ OTP નું ઓથેન્ટિકેશન કર્યા બાદ જ ભારતીય રેલવેના કોમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર / અધિકૃત એજન્ટો દ્વારા બુકિંગ માટે તત્કાલ ટિકિટ ઉપલબ્ધ થશે. જે સિસ્ટમ દ્વારા બૂકિંગ સમયે યુઝર્સ દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.
આ પણ વાંચોઃ Murderous Wife: સોનમ રઘુવંશી એકલી નથી, આ 6 મહિલાઓ જેમણે પ્રેમીની મદદથી કરી છે પતિની કારમી હત્યા
IRCTC એ આપી સૂચના
IRCTC એ તમામ રેલવે ઝોનને આ સંદર્ભમાં જરૂરી સુધારા-વધારા અને અપડેટ્સ કરવા જણાવ્યું છે. અધિકૃત ટિકિટ એજન્ટોને એસી અને નોન-એસી વર્ગો માટે તત્કાલ બુકિંગ શરૂ થયાના પ્રથમ 30 મિનિટ સુધી તત્કાલ ટિકિટ બૂક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એટલે કે, તેઓ સવારે 10.00 થી 10.30 કલાક સુધી એસી વર્ગો માટે અને રાત્રે 11.00 થી 11.30 કલાક સુધી નોન-એસી વર્ગો માટે તત્કાલ ટિકિટ બૂક કરી શકશે નહીં.
આ પણ વાંચોઃ Operation Sindoor માં દાખવેલ બહાદૂરી બદલ BSF જવાન રાજપ્પા બી.ડી.નું ઈન્ડિગો ફ્લાઈટમાં સન્માન કરાયું