E-NAM : કેન્દ્ર સરકારએ આપ્યું ખેડૂતોને આ મોટું ઈનામ, હવે ખેડૂતોને થશે મબલખ ફાયદો
ભારતના કૃષિ માટે કેન્દ્ર સરકાર હાલ એક મોટી ખબર લઈને આવ્યું છે. કેન્દ્ર સરકારના પગલાં બાદ ખેડૂતોને ચોક્કસપણે ફાયદો થવાનો છે. સમગ્ર બાબત એમ છે કે, ખેડૂતોના આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોના લાભ માટે એક મોટો નિર્ણય લીધો છે અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM) ને ઓપન નેટવર્ક ઓફ ડિજિટલ કોમર્સ (ONDC) સાથે જોડી દીધું છે. ભારતના કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ સોશિયલ મીડિયા ઉપર આ વિશે માહિતી શેર કરી છે.
શું છે E-NAM ?
E-NAM ને 14 એપ્રિલ, 2016 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આજે, 23 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના 1,389 જથ્થાબંધ બજારો e-NAM સાથે જોડાયેલા છે. અહીં ખેડૂતોના ઉત્પાદન માટે સ્પર્ધાત્મક બિડિંગ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને પાકની સારી કિંમત મળે છે.કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ આ વિશેવધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ખેડૂતોના ઉત્પાદનો ખેતરમાંથી સીધા ખરીદદારોના ઘરે પહોંચાડવામાં આવશે. મુંડાએ કહ્યું કે સરકારનો આ નિર્ણય ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થશે.
E-NAM ને ONDC સાથે જોડતા શું બદલાશે ?
આગળ આપણે જાણ્યું એમ E-NAM ના દ્વારા ખેડૂત ઓનલાઈન વેચાણ કરી શકતા હતા. પરંતુ હવે તેને ONDC સાથે જોડવાથી ખેડૂતોને ખરીદદારોનો વ્યાપક આધાર મળશે, ખાસ કરીને એફપીઓ (ખેડૂત ઉત્પાદક સંગઠનો) અને ખાતરી થશે કે ખેડૂતોની પેદાશો ખેતરમાંથી સીધા જ લોકોના ઘર સુધી પહોંચાડી શકાય છે.
આ પણ વાંચો : TODAY HISTORY : શું છે 17 માર્ચની HISTORY? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ