ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારત, ચીન સહિત 8 દેશમાં અનુભવાયા ભૂકંપના આંચકા

આજે રવિવારે ભૂકંપના આંચકાઓ 8 દેશોમાં અનુભવાયા છે. આ ભૂકંપ જમ્મુ-કાશ્મીર અને દિલ્હી NCR સહિત અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે. સમાચાર એજન્સી ANI એ યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) ને ટાંકીને જણાવ્યું...
01:26 PM May 28, 2023 IST | Hardik Shah
આજે રવિવારે ભૂકંપના આંચકાઓ 8 દેશોમાં અનુભવાયા છે. આ ભૂકંપ જમ્મુ-કાશ્મીર અને દિલ્હી NCR સહિત અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે. સમાચાર એજન્સી ANI એ યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) ને ટાંકીને જણાવ્યું...

આજે રવિવારે ભૂકંપના આંચકાઓ 8 દેશોમાં અનુભવાયા છે. આ ભૂકંપ જમ્મુ-કાશ્મીર અને દિલ્હી NCR સહિત અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે. સમાચાર એજન્સી ANI એ યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) ને ટાંકીને જણાવ્યું હતું કે રવિવારે સવારે 10.19 વાગ્યે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 70 કિમી દક્ષિણપૂર્વમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપના કારણે કોઇ જાનહાની કે જાનમાલનું નુકસાનના નથી સમાચાર

પાકિસ્તાનના ભાગો, શ્રીનગર, પૂંચ અને જમ્મુ-કાશ્મીરના દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અત્યાર સુધીમાં ક્યાંય પણ ભૂકંપના કારણે જાનહાનિ કે જાનમાલના નુકસાનના સમાચાર નથી. કાશ્મીર હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ અફઘાનિસ્તાનના બદખ્શાનના વુર્દુઝમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તેની ઊંડાઈ જમીનથી 220 કિલોમીટર નીચે હતી. અફઘાનિસ્તાનમાં આ ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ અને શ્રીનગર સુધી અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના કેન્દ્રથી ગુલમર્ગ 406 કિમી અને શ્રીનગર 431 કિમી દૂર છે. વળી, આ ભૂકંપમાંથી નીકળેલી ઉર્જા 392 મેગાવોટ છે, જે 338 ટન TNT જેટલી છે. EMSC દ્વારા કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 70 કિમી દક્ષિણ-પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે 10.19 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર, પૂંચમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહેવાલો અનુસાર દિલ્હી અને NCRમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી ટ્વીટ કરીને ભૂકંપની જાણકારી આપવામાં આવી છે.

ભૂકંપ વખતે શું કરવું?

આ પણ વાંચો – PM મોદીએ કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, તમામ ધર્મના ગુરુઓએ કરી પ્રાર્થના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ChinaDelhi-NCRearthquakeEarthquake in Afghanistanearthquake newsJammu-KashmirPakistan
Next Article