ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi-NCR માં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતા નોંધાઇ

Earthquake : ગુરુવારે સવારે વરસાદ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા હતા.
09:27 AM Jul 10, 2025 IST | Hardik Shah
Earthquake : ગુરુવારે સવારે વરસાદ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા હતા.
Earthquake in Delhi NCR

Earthquake : ગુરુવારે સવારે વરસાદ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા હતા.

બહુમાળી ઇમારતોમાં ભૂકંપ વધુ અનુભવાયો

આ ભૂકંપ સવારે 9:04 વાગ્યે અનુભવાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઝજ્જરમાં હતું. આ કંપન જમીનની અંદર 10 કિલોમીટરની ઊંડાઈએ થયું હતું. ભૂકંપનો આંચકો સમગ્ર હરિયાણા, પંજાબના કેટલાક ભાગો અને દિલ્હી-એનસીઆરમાં અનુભવાયો હતો.  જણાવી દઇએ કે, દિલ્હી-એનસીઆરની બહુમાળી ઇમારતોમાં ભૂકંપ વધુ અનુભવાયો હતો. કંપન એટલું જોરદાર હતું કે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. ગુરુગ્રામથી નોઈડા સુધીના લોકો ખુલ્લી જગ્યાઓમાં બહાર આવ્યા. સદનસીબે, ભૂકંપની તીવ્રતા મધ્યમ હતી. સામાન્ય રીતે 5 થી ઓછી તીવ્રતાના ભૂકંપમાં નુકસાનની કોઈ શક્યતા હોતી નથી.

ભૂકંપનો કેનો કહેવાય?

જણાવી દઈએ કે, પૃથ્વીની અંદર 7 ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એકબીજા પર ચઢે છે અથવા એકબીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે. જણાવી દઇએ કે, રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ 1 થી 9 સુધીનો હોય છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. એટલે કે, તે કેન્દ્રમાંથી નીકળતી ઉર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 એટલે ઓછી તીવ્રતાવાળી ઉર્જા બહાર આવી રહી છે. 9 એટલે સૌથી વધુ. અત્યંત ભયાનક અને વિનાશક તરંગ. જેમ જેમ તેઓ દૂર જાય છે તેમ તેમ આ નબળા પડી જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 જોવામાં આવે, તો તેની આસપાસ 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર ધ્રુજારી આવે છે.

આ પણ વાંચો :  Earthquake : ભારત-નેપાળ સરહદે ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Tags :
DelhiearthquakeEarthquake in Delhi-NCRearthquake newsGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahncrRichter Scale
Next Article