Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ઉત્તર પ્રદેશના લખનૌમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા

Earthquake in Uttar Pradesh : ભારતના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં ભૂસ્તરીય હલચલ વધતા ભૂકંપ આવવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શુક્રવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ઉત્તર પ્રદેશના લખનૌમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Advertisement
  • Earthquake in Uttar Pradesh
  • લખનૌમાં વહેલી સવારે ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ
  • લોકો ઘરની બહાર દોડી આવ્યા

Earthquake in Uttar Pradesh : ભારતના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં ભૂસ્તરીય હલચલ વધતા ભૂકંપ (Earthquake) આવવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શુક્રવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અચાનક આવેલી આ ધ્રુજારીને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો સુરક્ષા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપ (Earthquake) નું કેન્દ્ર ક્યા?

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના સત્તાવાર ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલા ભૂકંપ (Earthquake) નું કેન્દ્ર રાજ્યના ગોંડા જિલ્લામાં હતું. ભૂકંપ સવારે 7:32 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર જમીનથી 10 મીટર નીચે હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. હાલમાં જાન-માલના નુકસાન અંગેની કોઈ ગંભીર વિગતો પ્રાપ્ત થઈ નથી, પરંતુ સતત વધી રહેલી આ સિસ્મિક પ્રવૃત્તિઓએ વહીવટી તંત્ર અને નાગરિકોમાં ચિંતા જગાવી છે.

Advertisement

Advertisement

ઉત્તરાખંડમાં ભૂકંપ (Earthquake) ના આંચકા

ઉલ્લેખનીય છે કે, હિમાલયની ગોદમાં વસેલા ઉત્તરાખંડ રાજ્યમાં શુક્રવારની વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ફાળ પડી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર, સવારે 7:48 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 નોંધાઈ હતી. આ કુદરતી ઘટનાનું કેન્દ્રબિંદુ બાગેશ્વર વિસ્તારમાં જમીનથી અંદાજે 10 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે. જોકે તીવ્રતા ઓછી હોવાને કારણે અત્યાર સુધી કોઈ મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.

સિક્કિમમાં પણ ભૂકંપના આંચકા

બીજી તરફ, ઉત્તર-પૂર્વ ભારતના સિક્કિમ રાજ્યમાં પણ ભૂકંપે ધ્રુજારી પેદા કરી હતી. ગ્યાલશિંગ વિસ્તારમાં મધ્યરાત્રિના સમયે 4.5ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. આશ્ચર્યજનક રીતે, રાજ્યના વિવિધ ભાગોમાં એક પછી એક 10 થી વધુ આંચકાઓ અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પહાડી વિસ્તારોમાં ભૂકંપની આ શ્રેણીબદ્ધ ઘટનાઓને પગલે વહીવટી તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ વધુ સતર્ક બન્યા છે.

આ પણ વાંચો :  Earthquake : આસામમાં 5.1 અને ત્રિપુરામાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ

Tags :
Advertisement

.

×