Digital Addiction થી ઈકૉનોમીને થઈ રહ્યું છે નુકશાન, Economic Surveyએ ધરી લાલબત્તી
. સ્માર્ટફોન, સોશયલ મીડિયા દરેકની જિંદગીનો હિસ્સો બની ગયા છે
. Economic Survey 2026માં ડિજિટલ એડિક્શન ઝડપથી વધતી મુશ્કેલી ગણાવાય છે
. ભારતની ઈકોનોમી પર ડિજિટલ એડિક્શનની ઊંડી અસરને લઈને ચેતવણી
Economic Survey 2026: આજના જમાનામાં સ્માર્ટફોન અને સોશયલ મીડિયા દરેકની જિંદગીનો હિસ્સો બની ગયું છે, પરંતુ આ એક મોટી સમસ્યા પણ પેદા કરી રહ્યું છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા ઈકોનોમિક સર્વે 2025-26એ ડિજિટલ એડિક્શનને ઝડપથી વધતી મુશ્કેલી ગણાવી છે.
ડિજિટલ એડિક્શનનો ખતરો માત્ર વ્યક્તિગત શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધી જ મર્યાદીત નથી, પરંતુ તે ઈકોનોમી અને પ્રોડક્ટિવિટીને પણ ઘણું નુકશાન પહોંચાડી શકે છે. ઈકોનોમિક સર્વેએ પહેલીવાર ભારતની ઈકોનોમી પર ડિજિટલ એડિક્શનની ઊંડી અસરને લઈને ચેતવણી આપી છે.
ઈકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આ લત માત્ર યુવાઓ જ નહીં પરંતુ મોટા લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી રહી છે. અભ્યાસમાં પાછળ પડવું, કામના સ્થાને ઓછી પ્રોડક્ટિવિટી અને માનસિક તણાવ જેવી મુશ્કેલીઓ તેની સાથે જોડાયેલી છે.
સર્વેમાં ઓસ્ટ્રેલિયા, ચીન અને સાઉથ કોરિયા જેવા દેશોના પગલાનો ઉલ્લેખ કરતા ભારતમાં પણ ઘણાં પ્રકારના પગલા ઉઠાવવાની વાત કરવામાં આવી છે. તેની સાથે જ સરકારના અલગ-અલગ વિભાગોની કોશિશોને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: India-EU trade deal : ભારત-યૂરોપિયન યૂનિયનની ડીલથી EU ની 96.6% પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટશે કે સમાપ્ત થશે
ડિજિટલની લતથી આરોગ્યને નુકશાન
ઈકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન ખરીદદારી, ગેમિંગ અને સાઈબર ફ્રોડ સીધી આર્થિક નુકશાની કરે છે. આ નુકશાન સિવાય ડિજિટલની લતથી રોજગાર, પ્રોડક્ટિવિટી અને જિંદગીરની કમાણી પર પણ અસર પડે છે.
ડિજિટલ ચીજોના વધુ ઉપયોગથી એન્ક્ઝાઈટી, સ્ટ્રેસ, ડિપ્રેશન અને ઉંઘ ન આવવાની સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યા એ લોકોમાં વધારે દેખાય છે કે જેઓ ઘણાં પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહે છે.
#WATCH | Chief Economic Adviser warns about the mental health impact of rising digital addiction, especially among young people.
Only 57% of those aged 14–16 reported using phones for educational purposes, while 76% used them for social media: Chief Economic Advisor Dr V.… pic.twitter.com/nLGzbMBZKl
— DD News (@DDNewslive) January 29, 2026
આ પણ વાંચો: IIP Growth: ડિસેમ્બરમાં 7.8%ના વધારા સાથે 26 માસના હાઈ પર IIP ગ્રોથ, માઈનિંગ-પાવરમાં તેજી
વય પ્રમાણે નીતિ બનાવવાની જરૂરત
ઈકોનોમિક સર્વેમાં નાના બાળકો અને યુવાઓને આ લતથી વધુ ખતરો છે, કારણ કે તે આસાનીથી ફસાઈ જાય છે અને ખોટી ચીજો જોવા લાગે છે. માટે વયના હિસાબથી એપ્સ અને પ્લેટફોર્મ્સ પર રોક લગાવવાના નિયમ બનાવવા જોઈએ.
ઓનલાઈન પ્લેટફોર્મ્સને ખુદ જ વયની તપાસ કરવા અને બાળકો માટે યોગ્ય સેટિંગ્સ રાખવાની જવાબદારી આપવી જોઈએ. ખાસ કરીને સોશયલ મીડિયા, જુગારવાળા એપ્સ, ઓટો પ્લે ધરાવતા વીડિયો અને જાહેરાતો પર નજર રાખવી બેહદ જરૂરી છે. કુલ મળીને ઈકોનોમિક સર્વેમાં વય આધારીત એક્સેસ લિમિટ પર પોલિસી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Economic Survey 2026: અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર વાતચીત આ વર્ષે પૂર્ણ થવાની શક્યતા
ઘણાં દેશમાં બાળકો માટે સોશયલ મીડિયા પ્રતિબંધિત
સરકાર તરફથી આ આકલન એવા સમયે આવ્યું છે કે જ્યારે ઘણાં દેશોમાં સગીરો માટે સોશયલ મીડિયા પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં ફ્રાંસની સંસદે આના સંદર્ભે એક બિલ પણ પારીત કરી દીધું છે. જલ્દી સેનેટની પાસે મોકલીને તેને કાયદો બનાવવામાં આવે તેવી શક્યતા છે.
આ બિલને ફ્રાંસના રાષ્ટ્ર્પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોંનું સંપૂર્ણપણે સમર્થન છે. આ કાયદો બન્યા બાદ 15 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દેવાશે. ઓસ્ટ્રેલિયામાં પણ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે ઈંસ્ટાગ્રામ, ટિકટોક અને ફેસબુક જેવા સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ રાખવાનું પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Economic Survey 2026: આર્થિક સર્વેમાં રામાયણના 'યુદ્ધકાંડ' ની એન્ટ્રી!


