ED raids : છાંગુર બાબા અને તેના સાગરીતોના 15 ઠેકાણા પર EDના દરોડા!
ED raids on Chhangur Baba : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડ્રિંગ મામલે જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા વિરુદ્ધમાં મોટી કાર્યવાહી કરી છે. લખનઉ ઝોનની ટીમે બલરામપુર, લખનઉ અને મુંબઈમાં છાંગુર બાબા અને નવીન રોહરા સહિત અન્ય સાથે સંકળાયેલા 15 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
EDની તપાસમાં શું આવ્યું સામે?
ઉત્તર પ્રદેશની એટીએસ દ્વારા નોંધાવામાં આવેલી પોલીસ ફરિયાદના આધારે EDએ તપાસ આદરી હતી. જેમાં ગેરકાયદે ધર્માંતરણ, વિદેશી ફંડિંગ અને દેશની સુરક્ષાને લઈને ગંભીર આરોપો લગાવામાં આવ્યા હતા. જ્યારે તપાસમાં સામે આવ્યું હતું કે, છાંગુર બાબા બલરામપુર સ્થિત ચાંદ ઔલિયા દરગાહ ખાતેથી આખુ નેટવર્કનું સંચાલન કરવામાં આવતું હતું. આરોપ છે કે, આરોપી દ્વારા અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ડરાવી અને લાલચ આપીને ધર્માંતરણ કરાવતા હતા.
રૂ.60 કરોડથી વધુ શંકાસ્પદ રકમની લેતી-દેતી
EDએ છાંગુર અને તેની સહયોગીના 22 જેટલાં બેંક ખાતાની તપાસ કરી છે. આ બેંક ખાતામાં રૂ. 60 કરોડથી વધુ શંકાસ્પદ રકમની લેતી-દેતી થઈ છે. જેમાંથી મોટાભાગની રકમ વિદેશી ફંડિંગ હોવાનું સામે આવ્યું છે. EDના દરોડમાં ગેરકાયદે પ્રોપર્ટી નિર્માણમાં પૈસા લગાવ્યા હોવાના અનેક પૂરાવા મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,આ સંપત્તિ છાંગુર પોતાના નામે નહીં, પરંતુ નવીન રોહરા અને નીતૂ રોહરાના નામે ખરીદી હતી. જેથી સાચા માલિકની ઓળખ છુપાવી શકાય છે. આ મામલે EDએ સ્થળ પરથી જરૂરી દસ્તાવેજ અને પૂરાવા એકત્ર કરી લીધા છે.
આ પણ વાંચો -UPSCની નવી પહેલ ‘પ્રતિભા સેતુ’: નિષ્ફળ ઉમેદવારો માટે ખાનગી નોકરીનો નવો રસ્તો
નસરીનનું ત્રણ માળનું બુટિક સીલ
તમને જણાવી દઈએ કે ગુરુવારે ED એ બલરામપુરમાં નસરીનનું ત્રણ માળનું બુટિક સીલ કરી દીધું હતું. નસરીન ઉત્તર પ્રદેશમાં કથિત ધર્માંતરણ કેસના આરોપી જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબાની નજીકની સહયોગી છે. ATS એ અગાઉ બંનેની ઉત્તર પ્રદેશ અને બહાર ધર્માંતરણમાં સામેલ ગુપ્ત નેટવર્કના કથિત માસ્ટરમાઇન્ડ હોવાના આરોપમાં ધરપકડ કરી હતી. ED એ બુધવારે ચાંગુર બાબા ધર્માંતરણ કેસમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.