Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ED Action on Online Betting: EDએ યુવરાજ સિંહ અને સોનુ સૂદ સહિતની સેલિબ્રિટીની કરોડોની મિલકત કરી જપ્ત

ED એ ગેરકાયદેસર 1xBet ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને અભિનેતા સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા સહિતની હસ્તીઓની 7.93 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ સેલિબ્રિટીઓએ સટ્ટાબાજીની એપ્સના પ્રમોશન માટે વિદેશી ચેનલો દ્વારા નાણાં મેળવ્યા હતા. અગાઉ શિખર ધવન અને સુરેશ રૈના સામે પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
ed action on online betting  edએ  યુવરાજ સિંહ અને સોનુ સૂદ સહિતની સેલિબ્રિટીની કરોડોની મિલકત કરી જપ્ત
Advertisement
  • EDએ ઓનલાઇન સટ્ટાબાજી નેટવર્ક મામલે કરી મોટી કાર્યવાહી (ED Action on Online Betting)
  • EDએ દેશની જાણીતી સેલિબ્રિટી સામે કરી કાર્યવાહી
  • EDએ સેલિબ્રિટીઓની ₹7.93 કરોડની સંપત્તિ કરી જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીના નેટવર્ક વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં દેશની જાણીતી હસ્તીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા, સોનુ સૂદ સહિત અનેક કલાકારોની અંદાજે ₹7.93 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે.

Advertisement

ED Action on Online Betting :  1xBet મામલે સેલિબ્રિટી સામે કાર્યવાહી

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદ ગેરકાયદેસર વિદેશી ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ '1xBet' અને તેના પેટા-નામો (1xBat) સાથે જોડાયેલો છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે આ હસ્તીઓએ ઓનલાઈન સટ્ટાબાજીની એપ્સને પ્રમોટ કરવા માટે વિદેશી કંપનીઓ સાથે કરાર કર્યા હતા. આ પ્રમોશનના બદલામાં મળેલી રકમ વિદેશી ચેનલો દ્વારા ચૂકવવામાં આવી હતી જેથી ભંડોળના વાસ્તવિક અને ગેરકાયદે સ્ત્રોતને છુપાવી શકાય.

Advertisement

ED Action on Online Betting : જાહેરાતો દ્વારા ગેરકાયદે નાણાની હેરાફેરી

EDએ દાવો કર્યો છે કે 1xBet ભારતમાં કોઈપણ માન્ય પરવાનગી વિના કાર્યરત હતું અને સોશિયલ મીડિયા તેમજ વીડિયો પ્લેટફોર્મ દ્વારા ભારતીય વપરાશકર્તાઓને નિશાન બનાવતું હતું. સેલિબ્રિટીઝને કરવામાં આવેલી ચૂકવણી વાસ્તવમાં સટ્ટાબાજી દ્વારા મેળવેલી 'ગુનાની આવક' (Proceeds of Crime) છે.

ED Action on Online Betting :  અગાઉ પણ થઈ છે મોટી કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે, આ જ કેસમાં 6 ઓક્ટોબર, 2025 ના રોજ EDએ ક્રિકેટર શિખર ધવન અને સુરેશ રૈના સામે પણ કાર્યવાહી કરી હતી, જેમાં તેમની અંદાજે ₹11.14 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે સરોગેટ એડવર્ટાઇઝિંગ (છૂપી જાહેરાતો) દ્વારા પણ આવા પ્લેટફોર્મનું પ્રમોશન કરવું એ ગંભીર ફોજદારી ગુનો છે.

EDની કડક ચેતવણી

EDએ સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ગેરકાયદેસર સટ્ટાબાજી કે જુગારના પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાથી કાયદાકીય મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. આવા પ્લેટફોર્મ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે અને તેનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થતો હોવાની પણ આશંકા છે.

આ પણ વાંચો: Donkey Route Scam : દેશભરમાં ડંકી રૂટ મામલે ED ની મોટી કાર્યવાહી, 13 સ્થળો પર પાડ્યા દરોડા

Tags :
Advertisement

.

×