ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્ય લોકો સામે EDની મોટી કાર્યવાહી, 300 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ જમીન ફાળવણી કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અંદાજિત રૂ. 300 કરોડની 142 સ્થાવર મિલકતો જપ્ત કરી છે.
09:32 PM Jan 17, 2025 IST | MIHIR PARMAR
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ જમીન ફાળવણી કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અંદાજિત રૂ. 300 કરોડની 142 સ્થાવર મિલકતો જપ્ત કરી છે.
ED Action

Big action by ED : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ ચાલી રહેલા કેસમાં 142 સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ મિલકતોની બજાર કિંમત આશરે 300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મિલકતો એવા વ્યક્તિઓના નામે નોંધાયેલી છે, જેઓ રિયલ એસ્ટેટના વ્યવસાયીઓ અને એજન્ટો તરીકે કામ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર ગંભીર આરોપો

EDએ આ કાર્યવાહી ભારતીય દંડ સંહિતા, 1860 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ મૈસુરના લોકાયુક્ત પોલીસ દ્વારા નોંધાયેલી FIR ના આધારે કરી છે. આમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્ય લોકો પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. એવો આરોપ છે કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને, મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) દ્વારા સંપાદિત 3 એકર 16 ગુંટા જમીનના બદલામાં તેમની પત્ની બીએમ પાર્વતીના નામે 14 પોશ સાઈટોના રૂપમાં વળતર મેળવ્યું. MUDA દ્વારા સંપાદન કિંમત લગભગ રૂ. 3,24,700 છે અને પોશ સાઈટોની કિંમત લગભગ રૂ. 56 કરોડ છે. આ પ્રક્રિયામાં, ભૂતપૂર્વ MUDA કમિશનર ડીબી નટેશની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

દરોડા દરમિયાન મોટા ખુલાસા થયા

તપાસ દરમિયાન, ED ને જાણવા મળ્યું કે, માત્ર BM પાર્વતી જ નહીં પરંતુ અન્ય ઘણા રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિઓને પણ MUDA દ્વારા ગેરકાયદેસર રીતે વળતરના રૂપમાં જગ્યાઓ ફાળવવામાં આવી હતી. આ સાઇટ્સ વેચીને મોટા પ્રમાણમાં કાળું નાણું ભેગું થયું. આ પૈસાને કાયદેસર દેખાડવા માટે, મની લોન્ડરિંગનો આશરો લેવામાં આવ્યો. અનામી વ્યક્તિઓના નામે જગ્યાઓ ફાળવવામાં આવી હતી.

આ પણ વાંચો :  ભારતીય વ્યક્તિએ US ના રાષ્ટ્રપતિ પર કર્યો હુમલો, સરમુખત્યાર બની લોકશાહી ખતમ કરવાનો હતો ઇરાદો

ગેરકાયદેસર મિલકત અને લાંચના આરોપો

ED અધિકારીઓ સીએમ સિદ્ધારમૈયા અને અન્ય લોકો સામે નોંધાયેલા MUDA સાઇટ કૌભાંડની તપાસ કરી રહ્યા છે. સ્થાવર મિલકતો રિયલ એસ્ટેટ ઉદ્યોગસાહસિકો અને એજન્ટોના નામે નોંધાયેલી હતી. મૈસુરના ગંગારાજુ, સ્નેહમાઈ કૃષ્ણાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સ્નેહમયી કૃષ્ણાએ MUDA કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે સીએમ સિદ્ધારમૈયા સામે હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. આ રિટ અરજીની સુનાવણી ધારવાડ હાઈકોર્ટની ન્યાયાધીશ એમ. નાગપ્રસન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. સ્નેહમાઈ કૃષ્ણા વતી દલીલ કરનારા સુપ્રીમ કોર્ટના વકીલ મનીન્દર સિંહે કહ્યું કે, તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ.

MUDA ચેરમેન અને કમિશનરને લાંચ તરીકે લાભો આપવામાં આવ્યા

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, તત્કાલીન MUDA ચેરમેન અને કમિશનરને લાંચ તરીકે રોકડ, સ્થાવર મિલકતો અને અન્ય લાભો આપવામાં આવ્યા હતા. આ પૈસાને કાયદેસર બતાવવા માટે, તેનો ઉપયોગ સહકારી મંડળીઓ દ્વારા લક્ઝરી કાર, મિલકતો વગેરે ખરીદવા માટે કરવામાં આવતો હતો. EDએ કહ્યું કે, આ મામલે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. MUDAના ભૂતપૂર્વ કમિશનર જીટી દિનેશ કુમાર અને અન્ય લોકોની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  UPમાં 'નેતાજી' એ પોતાનું જ અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું, આઝાદ સમાજ પાર્ટીના વિધાનસભા પ્રમુખની ધરપકડ

Tags :
acquisition costActionagentsBig action by EDBM ParvathicasecompensationDB NateshEnforcement DirectorateFIRGujarat Firstimmovable propertiesIPC 1860market valueMihir ParmarMUDAMUDA CommissionerMysore Lokayukta PoliceMysore Urban Development AuthorityPolitical InfluencePrevention of Corruption ActPrevention of Money Laundering Actprovisionallyreal estate professionalsSerious AllegationsSiddaramaiah
Next Article