Eknath Shinde Death Threat: કારને બોમ્બથી ઉડાવી દઈશું… એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી
- મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીને મળી ધમકી
- કારને બોમ્બથી ઉડાવી એકનાથ શિંદેને મળી ધમકી
- નાયબ મુખ્યમંત્રીએકનાથ શિંદેની સુરક્ષા વધારાઈ
Eknath Shinde Death Threat: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમની કારમાં બોમ્બથી (Eknath Shinde Death Threat)ઉડાવી દેવાની ધમકી મળી છે. આ અંગે મુંબઈ પોલીસને ધમકીભર્યો ફોન આવ્યો હતો. ધમકી બાદ પોલીસે અન્ય તપાસ એજન્સીઓને આ બાબતની જાણ કરી અને ફોન કરનાર વ્યક્તિની શોધી રહી છે.
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની સુરક્ષા વધારાઈ
મુંબઈ પોલીસને ઈમેઈલ દ્વારા એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ધમકી બાદ મહારાષ્ટ્ર પોલીસે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હીમાં હતા ત્યારે શિવસેનાના નેતા એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
આ પણ વાંચો-રાજધાનીને મળ્યા ચોથા મહિલા મુખ્યમંત્રી, રેખા ગુપ્તાએ દિલ્હીના CM તરીકે શપથ લીધા
પહેલા પણ મળી ચુકી છે ધમકી
આ પહેલી વાર નથી જ્યારે એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. આ પહેલા ફેબ્રુઆરી 2024 માં, એક કોલેજના વિદ્યાર્થીએ એકનાથ શિંદે અને તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેને મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો-Delhi CM Rekha Gupta: કોણ છે રેખા ગુપ્તા?, જાણો તેમની રાજકીય સફર
થોડા દિવસ પહેલાpmના વિમાન પર આતંકવાદી હુમલાનો ખતરો હતો
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મુંબઈમાં એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને દાવો કર્યો હતો કે આતંકવાદીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના વિમાન પર હુમલો કરી શકે છે. પોલીસે અન્ય એજન્સીઓને જાણ કરી અને તપાસ શરૂ કરી. જે સમયે આ ફોન આવ્યો, તે સમયે પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કરીને અમેરિકા જવાના હતા.