Maharashtra માં રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે! મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આપ્યું રાજીનામું
- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે આજે એકનાથ શિંદે આપશે રાજીનામું
- જો મુખ્યમંત્રી પદનો નિર્ણય નહી થાય તો રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડશે
- હાલ તો મહાયુતિના ત્રણેય પક્ષો વચ્ચે CM પદ માટે ચાલી રહી છે ખેંચતાણ
Maharashtra CM Candidate: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીની જીત બાદ હવે મુખ્યમંત્રી પદ અંગે ત્રણ દળોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. નવા મુખ્યમંત્રી અંગે સહયોગી દળો અને ભાજપમાં ખેંચતાણ ચાલી રહી છે. જ્યાં એક તરફ શિવસેના બિહારના નીતીશ કુમારનું ઉદાહરણ અપાઇ રહ્યું છે. દાવો કરાઇ રહ્યો છે કે, ભાજપમાં બિહારમાં ઓછી સીટો છતા નીતીશ કુમારને 2020 માં મુખ્યમંત્રી બનાવાયા હતા, આવું જ કંઇક મહારાષ્ટ્રમાં છે. બીજી તરફ એનસીપી અજિત પવારે આ પદ માટે દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપ્યું છે. ત્યારે ચર્ચા છે કે, ત્રણ ઘટક દળ એક બે દિવસમાં તે અંગે નિર્ણય લેશે.
એકનાથ શિંદે આજે ગવર્નરને આપશે રાજીનામું
બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે ગવર્નરને રાજીનામું આપશે. જો આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રી પદનો નિર્ણય નહીં થાય તો પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાયુતીમાં ભાજપ સૌથી મોટું દળ છે. તેની પાસે 132 સીટો છે જ્યારે સહયોગી શિવસેના પાસે 57 અને એનસીપી પાસે 41 સીટો છે. તેવામાં ભાજપના મુખ્યમંત્રી પદનો દાવો સ્વાભાવિક છે, જો કે નિર્ણય લેતા પહેલા ભાજપે સહયોગી દળોને વિશ્વાસમાં લેવું જરૂરી છે.
શિંદેનો દાવો મજબુત
ભાજપ હાઇકમાન્ડ ઓબીસી નેતૃત્વ અંગે વિચારણા કરી રહ્યું છે. આ ઉપરાંત પાર્ટી બીએમસી ચૂંટણીને ધ્યાનમાં લઇને નિર્ણય કરશે. બીજી તરફ મરાઠા અનામત આંદોલનના કારણે એકનાથ શિંદેનો દાવો મજબુત થઇ રહ્યું છે કારણ કે તેઓ સ્વયં મરાઠા છે. હાલ ભાજપ હાઇકમાન્ડ એક ચોક્કસ ફોર્મ્યુલા પર કામ કરી રહ્યા છે. જેના અનુસાર શિંદેને કેન્દ્રમાં લાવીને તેમના પુત્રને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે અને મુખ્યમંત્રીનું પદ ભાજપ પોતાની પાસે રાખે. તેવી પણ ચર્ચા છે કે, શિંદેને હાલ નહીં હટાવવામાં આવે.
અઢી વર્ષ શિંદે અને અઢી વર્ષ ફડણવીસ
એક ચર્ચા રાજસ્થાન, એમપી અને બિહાર મોડલ પર સીએમ બનાવવાની ચાલી રહ્યા છે. બીજી તરફ ભાજપ સુત્રોના અનુસાર અઢી અઢી વર્ષનો મુખ્યમંત્રીનો કાર્યકાળ નક્કી કરવામાં આવી શકે છે. પહેલા અઢી વર્ષ માટે ફડણવીસ અને ત્યાર બાદ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવાશે. ભાજપ ફડણવીસે મહારાષ્ટ્રમાં જવાબદારી નહીં સોંપે તો ભાજપના અધ્યક્ષ બનાવવાનું નિશ્ચિત છે.