Monsoon Update 2026 : શું આ વર્ષે ભારતમાં પડશે સુકો દુષ્કાળ? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Monsoon Update 2026 : વિશ્વભરમાં હવામાન [Weather] બદલાઈ રહ્યું છે અને આ બદલાવ પાછળ 'અલ-નીનો' [El Nino] નામની પ્રક્રિયા મુખ્ય કારણ બની રહી છે. સંયુક્ત રાષ્ટ્ર [UN] અને વિશ્વ હવામાન સંગઠન [WMO] દ્વારા બહાર પાડવામાં આવેલી ચેતવણી મુજબ, ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરનું ગરમ થતું પાણી દુનિયાભરના તાપમાનમાં ધરખમ ઉછાળો લાવી શકે છે. હવામાનશાસ્ત્રીઓના મતે, આ વર્ષે અલ-નીનોની સ્થિતિ વધુ મજબૂત થવાની સંભાવના છે, જે વૈશ્વિક કૃષિ, અર્થતંત્ર અને સ્વાસ્થ્ય માટે ગંભીર પડકાર બની શકે છે.
Monsoon Update 2026 : શું છે અલ-નીનો અને તેની અસર?
જ્યારે પ્રશાંત મહાસાગરના દરિયાઈ પવનો નબળા પડે છે, ત્યારે દક્ષિણ અમેરિકાના દરિયાકિનારે પાણી અસાધારણ રીતે ગરમ થાય છે, જેને 'અલ-નીનો' કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે વૈશ્વિક વાતાવરણનું ચક્ર ખોરવાઈ જાય છે. આ વખતે જૂનથી ઓગસ્ટ દરમિયાન આ સ્થિતિ સર્જાવાની 80% શક્યતા છે, જે નવેમ્બર સુધીમાં 90% સુધી પહોંચી શકે છે. આ ફેરફારથી ગમે ત્યારે દુષ્કાળ [Drought], વિનાશક પૂર કે ગંભીર હીટવેવ [Heatwave] જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ભારત માટે શું છે સ્થિતિ?
ભારતમાં ચોમાસું [Monsoon] હાલમાં થોડું મોડું ચાલી રહ્યું છે અને તે 4 જૂન આસપાસ કેરળ પહોંચવાની શક્યતા છે. જોકે, ભારતીય હવામાન વિભાગ [IMD] અને કૃષિ મંત્રાલય સાવધ છે. રાહતની વાત એ છે કે, ઇન્ડિયન ઓશન ડાયપોલ [IOD] અને મેડેન-જુલિયન ઓસિલેશન [MJO] જેવા સક્રિય હવામાન પરિબળો ભારતમાં ચોમાસાને કેટલીક હદ સુધી ટેકો આપી શકે છે, જે નબળા ચોમાસા દરમિયાન પણ વરસાદનો સ્પેલ [Rainfall Spell] લાવી શકે છે.
શિવરાજસિંહ ચૌહણે આપ્યા નિર્દેશ
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તમામ રાજ્યોને જિલ્લા સ્તરે આયોજન કરવા અને ખેડૂતોને ડિજિટલ માધ્યમોથી સચોટ માહિતી આપવા નિર્દેશ આપ્યો છે. વૈશ્વિક સ્તરે વધી રહેલી આ આફતને ધ્યાનમાં રાખીને ભારત પણ પોતાની તૈયારીઓ મજબૂત કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે કુદરતી સંતુલન ભારતીય ચોમાસાને કેટલી સફળતાપૂર્વક આગળ ધપાવે છે.
આ પણ વાંચો : Education News : MBBS વિદ્યાર્થીઓ માટે ખુશખબર! NMC લાવી શકે છે મોટો ફેરફાર


