CONGRESS: છેલ્લા તબક્કાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે દિગ્ગજ નેતાને બહારનો રસ્તો બતાવ્યો
CONGRESS : લોકસભાની ચૂંટણી (LOK SABHA ELECTION) હવે અંતિમ તબક્કામાં પ્રવેશવા જઈ રહી છે. શનિવારે એટલે કે 1 જૂનના રોજ સાતમા અને છેલ્લા તબક્કા માટે મતદાન થવાનું છે. 57 બેઠકો પર વોટિંગ પહેલાં કોંગ્રેસે (CONGRESS)ઓડિશામાં મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસે સંજય ત્રિપાઠીને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. સંજય ત્રિપાઠી સામે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે.
ઓડિશામાં કેટલી બેઠકો પર મતદાન થવાનું છે?
લોકસભા ચૂંટણીની સાથે આ વખતે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. શનિવારે પહેલી જૂને ચૂંટણીના છેલ્લા તબક્કા દરમિયાન રાજ્યની 6 લોકસભા બેઠકો અને બાકીની 42 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર ઓડિશામાં મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્રીય દળોની 121 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
ત્રણેય નેતાઓના સભ્ય પદને બહાલી મળી
આ વર્ષના શરૂઆતમાં ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજ્યમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણીને જોતા પક્ષમાંથી હકાલપટ્ટી કરેલા ત્રણ નેતાઓનું સભ્યપદ ફરી બહાલ કર્યું હતું. ઓડિશામાં કોંગ્રેસ પક્ષમાંથી હાંકી કઢાયેલા નેતા મોહમ્મદ મોકીમ, રાજ્ય કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ ચિરંજીવ બિસ્વાલ અને કોરાપુટના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણચંદ્ર સાગરિયનું સભ્યપદ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીએ ભાજપ સામે કર્યા વાક્ પ્રહારો
છેલ્લા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઓડિશામાં એક રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ બીજુ જનતા દળ અને ભારતીય જનતા પાર્ટીને ઉખાડી ફેંકવાનો દાવો કર્યો હતો. ચૂંટણી રેલીને સંબોધિત કરતા તેમને ભાજપ અને બીજેડીના એક-બીજાના ગઠબંધન હોવાનો પણ આરોપ મૂક્યો હતો.
આ પણ વાંચો - સૂર્યનારાયણની પૂજા બાદ ધ્યાનમાં મગ્ન થયા PM મોદી, નહીં ગ્રહણ કરે અન્નનો એક પણ દાણો!
આ પણ વાંચો - PM મોદીએ આ Lok Sabha Election માં કેટલી રેલી અને કેટલા રોડ શો કર્યા, જાણો સંપૂર્ણ આંકડો…
આ પણ વાંચો - Lok Sabha Election : લોકસભા ચૂંટણી 2024 સાતમી અને અંતિમ મતદાન માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત…