ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Election 2024: મતદાન માટે દાયકાઓ સુધી રાહ જોઈ! હવે પહેલીવાર બૂથ પર જઈ મત આપશે

Election 2024: લોકસભાની ચૂંટણી અત્યારે ઘર આંગણે આવી ગઈ છે. જેને લઈને રાજકીય પાર્ટી સહિત લોકોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ઘણા એવા વિસ્તારોમાં પણ મતદાન થવાનું છે જ્યારે હજુ સુધી કોઈ વાર મતદાન...
04:17 PM Apr 07, 2024 IST | VIMAL PRAJAPATI
Election 2024: લોકસભાની ચૂંટણી અત્યારે ઘર આંગણે આવી ગઈ છે. જેને લઈને રાજકીય પાર્ટી સહિત લોકોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ઘણા એવા વિસ્તારોમાં પણ મતદાન થવાનું છે જ્યારે હજુ સુધી કોઈ વાર મતદાન...
Election 2024

Election 2024: લોકસભાની ચૂંટણી અત્યારે ઘર આંગણે આવી ગઈ છે. જેને લઈને રાજકીય પાર્ટી સહિત લોકોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ઘણા એવા વિસ્તારોમાં પણ મતદાન થવાનું છે જ્યારે હજુ સુધી કોઈ વાર મતદાન થયું જ નથી. નોંધનીય છે કે, ચૂંટણીપંચ મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે ઘણા પ્રયત્નો પણ કરી રહ્યું છે. નોંધનીય છે કે, મતદાન કરવું ખુબ જ આવશ્ય હોય છે. તમારૂ એક મત ભારતના ભવિષ્યની દશા અને દિશા નક્કી કરી શકે છે. જેથી મતદાન કરવું જરૂરી છે. મતદાન કરવું એ ભારતીય નાગરિકોને સંવૈધાનિક અધિકાર છે. પરંતુ શું તમને ખબર છે અત્યારે પણ ભારતા એવા ઘણા વિસ્તારો છે જ્યારે મતદાન થયું જ નથી.

આ વિસ્તારમાં ક્યારેય મતદાન થયું જ નથી

અહીં ચૂંટણી ચોક્કસપણે યોજાતી હતી અને તમામ પક્ષો પોતપોતાના ઉમેદવારો ઉભા રાખતા હતા, પરંતુ મતદારોએ ક્યારેય ઘરની બહાર નીકળીને મતદાન કર્યું ન હતું. આના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ હવે આ વિસ્તારોમાં પ્રથમ વખત મતદાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જી હા અહીં વાત થઈ રહીં છે ઝારખંડના સિંહભૂમ લોકસભા મતવિસ્તારની. અહીં માઓવાદથી પ્રભાવિત ઘણા આંતરિક વિસ્તારોમાં 13 મેના રોજ દાયકાઓમાં પ્રથમ વખત મતદાન (Election 2024) યોજાશે. મતદાન માટે, મતદાન કર્મચારીઓ અને સામગ્રીને હેલિકોપ્ટર દ્વારા આ સ્થળોએ મુકવામાં આવશે જેથી કરીને એશિયાના સૌથી ગીચ 'સાલ' જંગલમાં રહેતા લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ચૂંટણી કાર્યકરો દૂરના સ્થળોએ 118 બૂથ ઉભા કરશે.

તંત્ર દ્વારા મતદાન બૂથની વિશેષ વ્યવસ્થા કરાશે

તમને જણાવી દઈએ કે, પશ્ચિમી સિંહભૂમ મતવિસ્તારમાં કોઈ મતદાન કર્યા વિના રહીં ન જાય તેના માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. તંત્ર દ્વારા એવા ઘણા વિસ્તારોની ઓળખ કરી છે જ્યા આઝાદી પછી પહેલીવાર મતદાન થવા જઈ રહ્યું છે. નુગડીની મિડલ સ્કૂલ અને બોરેરોની મિડલ સ્કૂલ જેવા મતદાન (Election) મથકો પર પ્રથમ વખત મતદાન થશે. વધુ વિગતે વાત કરવામાં આવે તો, કર્મચારીઓ અને સામગ્રીને હવાઈ પરિવહન માટે રોબોકેરા, બિંજ, થલકોબાદ, જરાઈકેલા, રોમ, રેંગારાહટુ, હંસાબેડા અને છોટાનાગ્રા જેવા દૂરના સ્થળોએ 118 બૂથની ઓળખ કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં મતદાન પક્ષોએ ચાર-પાંચ કિલોમીટર ચાલીને જવું પડશે.

ઝારખંડ માટે ચાર તબક્કામાં મતદાત પ્રક્રિયા યોજાશે

મળતી વિગતો પ્રમાણે આ વિસ્તારમાં 62 થી વધારે મતદાતાઓની ઉંમર 100 વર્ષથી પણ વધારે છે. આ સાથે વાત કરવામાં આવે તો 85 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા મતદાતાઓની સંખ્યા 3909 છે. પરિસ્થિતિમાં સુધારો હોવા છતાં, પશ્ચિમ સિંઘભુમ દેશમાં ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાંનો એક છે. ગયા વર્ષે અહીં માઓવાદી સંબંધિત 46 ઘટનાઓ બની હતી, જેમાં 22 લોકોના મોત થયા હતા. આ વિસ્તારની વધારે વિગતે વાત કરવામાં આવે તો અહી 14.32 લાખ મતદાતાઓ છે, જેમાંથી 7.27 લાખ મહિલાઓ છે. ઝારખંડની તમામ 14 લોકસભા બેઠકો માટે ચાર તબક્કામાં 13, 20, 25 મે અને 1 જૂને મતદાન થશે. ગત ચૂંટણીમાં ભાજપને 11 બેઠકો મળી હતી. કોંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચા અને ઓલ ઝારખંડ વિદ્યાર્થી સંઘે એક-એક બેઠક જીતી હતી.

આ પણ વાંચો: BJP Press : ‘કોંગ્રેસને ખબર નથી કે જમ્મુ કાશ્મીરમાં કઈ કલમ નાબુદ કરાઈ, મુસ્લિમ લીગ કેરળમાં કોંગ્રેસની મુખ્ય સાથી…

આ પણ વાંચો:  Ludhiana Accident : લુધિયાણામાં બે કાર વચ્ચે અથડામણ બાદ આગ લાગતા ACP સહિત એકનું મોત…

Tags :
by Election 2024Election 2024election 2024 Newsgeneral election 2024JharkhandJharkhand Congressjharkhand newsLockSabha Election 2024national newspolitical newsVimal Prajapati
Next Article