ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ELECTION COMMISION : 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી, EC એ કરી જાહેરાત

ECI : ભારતીય ચૂંટણી પંચ (ECI) એ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 10 જુલાઈએ ચૂંટણી યોજાશે અને 13 જુલાઈએ મતગણતરી થશે. જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ...
01:18 PM Jun 10, 2024 IST | Hiren Dave
ECI : ભારતીય ચૂંટણી પંચ (ECI) એ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 10 જુલાઈએ ચૂંટણી યોજાશે અને 13 જુલાઈએ મતગણતરી થશે. જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ...

ECI : ભારતીય ચૂંટણી પંચ (ECI) એ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 10 જુલાઈએ ચૂંટણી યોજાશે અને 13 જુલાઈએ મતગણતરી થશે. જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ બેઠકો માટેનું નોટિફિકેશન 14 જૂને બહાર પાડવામાં આવશે. નોમિનેશન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 21 જૂન રહેશે. 24મી જૂને નામાંકનની ચકાસણી થશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન છે. 10 જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં બિહારની એક વિધાનસભા બેઠક, પશ્ચિમ બંગાળની 4 બેઠકો, તમિલનાડુની 1, મધ્યપ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1 અને હિમાચલની 3 બેઠકો પર મતદાન થશે.

 

ચાર વિધાનસભા બેઠકો  પર પેટાચૂંટણી યોજાશે

રાજ્યબેઠક
તામિલનાડુ1
મધ્યપ્રદેશ1
ઉત્તરાખંડ2
પંજાબ1
હિમાચલ પ્રદેશ3
બિહાર1
પશ્ચિમ બંગાળ4

 

14 જૂને નોટિફિકેશન જાહેર થશે

આ સીટો પર નોટિફિકેશન 14 જૂને બહાર પાડવામાં આવશે. પેટાચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 21 જૂન નક્કી કરવામાં આવી છે. 24મી જૂને ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી છે. આ પછી 10 જુલાઈએ મતદાન થશે અને 13 જુલાઈએ પરિણામ આવશે. હાલમાં જ દેશમાં લોકસભાની સાત તબક્કામાં ચૂંટણી પૂરી થઈ છે.

 

આ પણ  વાંચો - ચાર્જ લેતાં જ PM MODIનો પહેલો ફેંસલો…..

આ પણ  વાંચો - Terror Attack : આતંકીવાદીઓનું કાઉન્ટડાઉન શરૂ, રિયાસીનો બદલો લેવા સેનાનું ‘Action’

આ પણ  વાંચો - હજું કાલે તો શપથ લીધા અને આજે……

Tags :
Assembly bypollsBiharECIelection commisionVoting
Next Article