Election Commission દ્વારા બિહારના રદ કરાયેલા 65 લાખ મતદારોની યાદી જાહેર કરાઈ
- Election Commission દ્વારા 65 લાખ મતદારોની યાદી જાહેર કરાઈ
- આ 65 લાખ રદ થયેલા મતદારો બિહારના છે
- 14 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચૂંટણી પંચે યાદી જાહેર કરી
Election Commission: સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાફ્ટ માંથી 65 લાખ મતદારોને ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના આદેશ પછી ચૂંટણી પંચે બિહારના રદ કરાયેલા 65 લાખ મતદારોની યાદી જાહેર કરી છે. આ યાદી હવે કમિશનની સત્તાવાર વેબસાઈટ પર જનતા માટે ઉપલબ્ધ છે. 14 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચૂંટણી પંચે આ યાદી પ્રકાશિત કરી છે. મતદારોને તેમના નામ સરળતાથી ચકાસી શકે તે માટે EC બિહારની વેબસાઈટ પર એક નવી લિંક પણ જનરેટ કરવામાં આવી છે.
Election Commission Gujarat- First-18-08-2025-
સુપ્રીમ કોર્ટનો Election Commission ને આદેશ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી પંચને બિહારની મતદાર યાદીના SIR માં પારદર્શિતા વધારવાનો નિર્દેશ આપ્યો હતો. આ માટે ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા 65 લાખ મતદારોની વિગતો જાહેર કરવા અને તેમને સામેલ ન કરવાના કારણો પણ આપવા હુકમ કર્યો હતો. બિહારમાં મતદાર યાદીના SIR કરવાના કમિશનના 24 જૂનના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે આ આદેશ આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, 65 લાખ મતદારોના નામ મતદાર યાદીમાં હતા પરંતુ ડ્રાફ્ટ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. ડ્રાફ્ટ યાદી 1 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી.
Election Commission Gujarat- First-18-08-2025--
આ પણ વાંચોઃ બિહારમાં રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર હુમલો : ‘અનુરાગ ઠાકુર પાસેથી કેમ નથી માંગ્યું એફિડેવિટ’
કુલ રદબાતલ થયેલા મતદારો 65 લાખ
ચૂંટણી પંચે બિહારના રદ કરાયેલા 65 લાખ મતદારોની યાદી જાહેર કરી છે. આ યાદી હવે કમિશનની સત્તાવાર વેબસાઈટ પર જનતા માટે ઉપલબ્ધ છે. જેમાં 65 લાખ રદબાતલ મતદારો કંઈક આ પ્રમાણે છે. ચૂંટણી પંચ અનુસાર 22 લાખ મતદારો મૃત્યુ પામ્યા છે. 36 લાખ મતદારો કાયમ માટે સ્થળાંતરિત થયેલા છે. 7 લાખ મતદારના નામો અનેક સ્થળે નોંધાયેલા છે. ચૂંટણી પંચે એ પણ માહિતી આપી કે, બિહારમાં SIR હેઠળ 7.24 કરોડ મતદારોના ફોર્મ જમા થયા હતા. આ કેસમાં આગામી સુનાવણી 23 મી ઓગસ્ટે થવાની છે.
આ પણ વાંચોઃ '7 દિવસમાં સોંગદનામું આપો અથવા દેશની માફી માંગો', રાહુલ ગાંધી CEC જ્ઞાનેશ કુમારનું રાહુલ ગાંધી પર નિશાન