Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Election Results 2026 Trends: બંગાળમાં મોટો ઉલટફેર, ભાજપ 193 સીટ પર આગળ; 2 બેઠકો પર જીત

Election Results 2026 Live Update: ભારતના પાંચ રાજ્યો - પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. શરૂઆતી વલણોમાં બંગાળમાં ભાજપ 193 બેઠકો પર આગળ છે, જ્યારે અસમમાં ભાજપની સરસાઈ છે. દક્ષિણના રાજ્યોમાં ડીએમકે અને યુડીએફ મજબૂત દેખાઈ રહ્યા છે. ભારે મતદાન બાદ હવે સત્તાનું સિંહાસન કોને મળશે તે જોવું રસપ્રદ રહેશે.
election results 2026 trends  બંગાળમાં મોટો ઉલટફેર  ભાજપ 193 સીટ પર આગળ  2 બેઠકો પર જીત
Advertisement

Election Results 2026 Trends : ભારતના પાંચ રાજ્યો - પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. શરૂઆતી વલણોમાં બંગાળમાં ભાજપ 193 બેઠકો પર આગળ છે, જ્યારે અસમમાં ભાજપની સરસાઈ છે. દક્ષિણના રાજ્યોમાં ડીએમકે અને યુડીએફ મજબૂત દેખાઈ રહ્યા છે. ભારે મતદાન બાદ હવે સત્તાનું સિંહાસન કોને મળશે તે જોવું રસપ્રદ રહેશે.

પશ્ચિમ બંગાળમાં રસાકસી

ભારતના લોકશાહીના પર્વ સમાન પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘડી આવી ગઈ છે. પશ્ચિમ બંગાળ (West Bengal) માં શરૂઆતી વલણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. ભાજપ (BJP) એ અહીં 6 બેઠકો પર જીત મેળવી લીધી છે, જ્યારે 193 બેઠકો પર આગળ છે અને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર સરસાઈ મેળવી લીધી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ની આગેવાનીમાં TMC જીતનો ચોગ્ગો લગાવવા મથામણ કરી રહી છે, જ્યારે ભાજપ કમળ ખીલવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યું છે. ખાસ કરીને ભવાનીપુર (Bhawanipur) બેઠક પર મમતા બેનર્જી અને વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારી (Suvendu Adhikari) વચ્ચેની ટક્કર પર સૌની નજર છે.

Advertisement

પશ્ચિમ બંગાળ (કુલ બેઠકો: 293 | બહુમતી: 147)

Advertisement

ગઠબંધન/પક્ષઆગળ (Leads)જીત (Wins)કુલ બેઠકો
BJP1936191
TMC+86288
CONG202
LEFT202
OTH (અન્ય)202
કુલ વલણ2900290

તમિલનાડુ (કુલ બેઠકો: 234 | બહુમતી: 118)

ગઠબંધન/પક્ષઆગળ (Leads)જીત (Wins)કુલ બેઠકો
DMK+67471
TVK9512107
AIADMK+55055
OTH (અન્ય)011
કુલ Trends2340234

કેરળ (કુલ બેઠકો: 140 | બહુમતી: 71)

ગઠબંધન/પક્ષઆગળ (Leads)જીત (Wins)કુલ બેઠકો
UDF316899
BJP+112
LDF102535
OTH (અન્ય)224
કુલ વલણ1400140

પુડુચેરી (કુલ બેઠકો: 30 | બહુમતી: 16)

ગઠબંધન/પક્ષઆગળ (Leads)જીત (Wins)કુલ બેઠકો
BJP+51217
CONG+628
OTH (અન્ય)145
કુલ વલણ29029

આસામ (કુલ બેઠકો: 126 | બહુમતી: 64)

ગઠબંધન/પક્ષઆગળ (Leads)જીત (Wins)કુલ બેઠકો
BJP+3466100
CONG+20222
OTH (અન્ય)224
કુલ વલણ1260126

મતદાનના આંકડા અને મહત્વ

આ વખતે પશ્ચિમ બંગાળમાં આઝાદી પછીનું સૌથી વધુ 92% મતદાન નોંધાયું છે, જે કોઈ મોટા પરિવર્તનનો સંકેત હોઈ શકે છે. અસમમાં 85% અને તમિલનાડુમાં પણ રેકોર્ડબ્રેક 85.14% મતદાન થયું છે. પુડુચેરી (Puducherry) માં પણ એનડીએ (NDA) અને વિપક્ષ વચ્ચે જોરદાર જંગ જામ્યો છે. આગામી થોડા કલાકોમાં ચિત્ર સ્પષ્ટ થશે કે જનતાએ કોના પર વિશ્વાસ મૂક્યો છે.

Tags :
Advertisement

.

×