Sambhal ના સાંસદના ઘરે વીજળી વિભાગની કાર્યવાહી, મીટર બદલાયું, ચોરીની તપાસ શરુ...
- વિજળી ચોરીનો શંકાસ્પદ કેસમાં વીજળી વિભાગની તપાસ
- Sambhal સાંસદ બર્કના ઘરે તપાસ હાથ ધરી
- સાંસદ ઝિયાઉર બર્કના મકાન પર મીટર બદલાયું
મંગળવારે વીજળી વિભાગની ટીમ સંભલ (Sambhal)ના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘરે પહોંચી હતી. અહીં વીજ વિભાગની ટીમે મીટર ચેક કર્યું હતું. આ પછી તેમના ઘરનું વીજળીનું મીટર બદલાઈ ગયું છે. હકીકતમાં, મંગળવારે વીજળી વિભાગની ટીમ સંભલ (Sambhal)ના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા ઝિયાઉર રહેમાન બર્કના ઘરે પહોંચી હતી. અહીં સાંસદના ઘરે 4 કિલો વોટનું મીટર લગાવવામાં આવ્યું હતું. તે મીટર બદલવા માટે વીજ વિભાગના 5 થી 6 કર્મચારીઓ 150 જેટલા પોલીસ ફોર્સ સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન તમામ પોલીસકર્મીઓના હાથમાં હથિયારો અને ટીયર ગેસ ગન હતી. પોલીસ ટીમનું નેતૃત્વ વિસ્તારના એએસપી અને સીઈઓએ કર્યું હતું.
200 યાર્ડના ઘરમાં માત્ર 4 કિલો વોટ મીટર...
વિદ્યુત વિભાગનું કહેવું છે કે જ્યારે તેઓ અગાઉ વિસ્તારના સાંસદના ઘરે આવ્યા હતા ત્યારે તેમને ત્યાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુપી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને સાથે લાવવામાં આવ્યા છે. સાંસદ ઝિયાઉર રહેમાન બર્કનું ઘર લગભગ 200 યાર્ડમાં બનેલું છે. આગળના ભાગે બે માળનું અને પાછળના ભાગે ત્રણ માળનું ઘર બની રહ્યું છે અને આટલા મોટા મકાનમાં માત્ર 4 કિલો વોટનું મીટર લગાવવામાં આવ્યું છે. મીટરની સાથે એક મોટું સાયલન્ટ જનરેટર પણ રાખવામાં આવ્યું છે. વીજળી વિભાગનું કહેવું છે કે સાંસદના ઘરે લગાવવામાં આવેલા મીટરનું લેબમાં પરીક્ષણ કરવામાં આવશે, જેથી એ સ્પષ્ટ થઈ શકે કે સાંસદના ઘરમાં વીજળીની ચોરી થઈ રહી છે કે નહીં.
આ પણ વાંચો : મુસ્લિમ વિસ્તારમાં વધારે એક 250 વર્ષ જુનુ મંદિર મળી આવ્યું, મુસ્લિમ પરિવારે કહ્યું આ અમારી સંપત્તી છે
ત્રણ મહિનામાં 5 કરોડથી વધુનો દંડ...
તમને જણાવી દઈએ કે, છેલ્લા 3 મહિનામાં પોલીસે જિલ્લામાં વીજળી ચોરીના કેસમાં 1250 FIR નોંધી છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં વીજળી ચોરીના કેસમાં 5 કરોડ 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. છેલ્લા 2 દિવસમાં સંભલ (Sambhal)માં 90 FIR નોંધવામાં આવી છે, જેમાંથી 4 મસ્જિદો અને 1 મદરેસામાં વીજળી ચોરી ઝડપાઈ છે. આ 2 દિવસમાં અંદાજે 1 કરોડ 75 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તાજેતરમાં સંભલ (Sambhal)ની મસ્જિદો, મદરેસાઓ અને ઘરોમાં મોટા પાયે વીજળી ચોરી ઝડપાઈ હતી. ત્યારથી વીજ ચોરી સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. તાજેતરમાં સંભલ (Sambhal) સદર વિસ્તારના નખાસા અને દીપસરાય વિસ્તારમાં વીજળી ચોરી ઝડપાઈ હતી. આ દરમિયાન મસ્જિદમાંથી વીજળી ચોરીના સાધનો મળી આવ્યા હતા.
આ પણ વાંચો : પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી પત્ની, પકડાઇ તો હાથ-પગના નખ પણ ખેંચી લીધા