Emergency 50th Anniversary : આજે ભાજપ ઉજવશે સંવિધાન હત્યા દિવસ, દિલ્હીમાં ઠેર ઠેર લાગ્યા પોસ્ટર્સ
- વર્ષ 1975માં લદાયેલ કટોકટીને આજે 50 વર્ષ થયા
- ભાજપ આજે ઉજવશે Constitution Assassination Day
- કટોકટીએ સરમુખ્ત્યારશાહી માનસિકતાનું પરિણામ - અમિત શાહ
Emergency 50th Anniversary : 25મી જૂન 1975 ના રોજ સમગ્ર ભારત સ્તબ્ધ થઈ ગયું હતું કારણ કે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) એ કટોકટી લાદી દીધી હતી. ભાજપ દર વર્ષે આ દિવસ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વર્ષે ભાજપે આજના દિવસને સંવિધાન હત્યા દિવસ (Constitution Assassination Day) તરીકે ઉજવવાનું આયોજન કર્યુ છે. રાજધાની દિલ્હીના રસ્તાઓ પર કટોકટીના ઘણા બેનરો લગાવવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કટોકટીને સરમુખત્યારશાહી માનસિકતાનું પરિણામ ગણાવ્યું છે.
સંવિધાન હત્યા દિવસ
50 વર્ષ અગાઉ આજના દિવસે સમગ્ર દેશમાં કટોકટી લાદી દેવામાં આવી હતી. ભાજપ આજના દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવી રહ્યો છે. આ આયોજન સંદર્ભે ભાજપે રાજધાની દિલ્હી સહિત દેશભરના ઘણા વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ભાજપે આ સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લા સ્તરે માર્ગદર્શિકા જાહેર કરી છે. ભાજપ દરેક જિલ્લામાં બંધારણ હત્યા દિવસ ઉજવશે. જેમાં બૂથ, મંડળ, જિલ્લા અને રાજ્ય સ્તરે વિવધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો પાછળ ભાજપનો હેતુ નવી પેઢીને કટોકટીના કાળા પ્રકરણથી વાકેફ કરવાનો અને સામાન્ય લોકોના અધિકારો કેવી રીતે છીનવાઈ ગયા તેની માહિતી આપવાનો છે. આજે ઘણી જગ્યાએ પ્રદર્શનો પણ યોજવામાં આવશે.
આ પણ વાંચોઃ Amit Shah: 'કટોકટી'ની ઘટનાની યાદ ઝાંખી પડવી એ દેશ માટે ખતરો'
અમિત શાહના કટોકટી પર કર્યા આકરા વાકપ્રહાર
ગત રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ કટોકટી મુદ્દે કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, કટોકટીએ સંજોગો અને મજબૂરીનું પરિણામ ન હતું પરંતુ સરમુખત્યારશાહી માનસિકતા અને સત્તાની ભૂખનું પરિણામ હતું. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, 25 જૂન દરેકને યાદ અપાવે છે કે કોંગ્રેસ સત્તા માટે કેટલી હદ સુધી જઈ શકે છે. 24 જૂન, 1975 સ્વતંત્ર ભારતની સૌથી લાંબી રાત હતી, કારણ કે તેની સવાર 21 મહિના પછી આવી હતી. બીજી તરફ તે સૌથી ટૂંકી રાત પણ હતી કારણ કે જે બંધારણને બનાવવામાં બે વર્ષ અને 11 મહિનાથી વધુ સમય લાગ્યો હતો તેને રસોડાના કેબિનેટ દ્વારા એક ક્ષણમાં રદ કરવામાં આવ્યું હતું. જો કટોકટીની યાદ ઝાંખી પડી જાય, તો તે દેશ માટે ખતરનાક છે. મારા ગામમાંથી જ 184 લોકોને જેલમાં મોકલવામાં આવ્યા હતા. હું તે દિવસ અને તે દ્રશ્યો મારા મૃત્યુ સુધી ક્યારેય ભૂલીશ નહીં.
આ પણ વાંચોઃ Operation Sindhu: યુદ્ધ વચ્ચે ફસાયેલા 3,180 ભારતીય નાગરિકોની સુરક્ષિત વતન વાપસી