Russian Oil આયાત રોકવાનો ટ્રમ્પનો દાવો ભારતે ફગાવ્યો: " 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા"
. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે 1.4 અબજ ભારતીયોની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે
. વેનેઝુએલા ભારતનું એનર્જી સેક્ટરમાં જૂનું પાર્ટનર રહ્યું છે
. ભારત તેના સહિત કોઈપણ સ્ત્રોત પાસેથી વ્યાપારી ફાયદો જોઈને તેલ ખરીદવા તૈયાર છે
MEA On Trump's Claim : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) તાજેતરમાં ખનીજતેલની ખરીદીને લઈને દાવો કર્યો હતો. તેનો જવાબ ભારતીય વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યુ હતુ કે ભારત રશિયાના સ્થાને વેનેઝુએલા પાસેથી ખનીજતેલની ખરીદી કરશે.
ભારતીય વિદેશ મંત્રાલય (MEA) નો જવાબ
આના પર ભારતીય વિદેશ મંત્રાલયે (Indian Ministry of External Affairs - MEa) સ્પષ્ટ કર્યું છે કે વનેઝુએલા ભારતનું જૂનું પાર્ટનર રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે (Randhir Jaiswal) કહ્યુ છે કે જ્યાં સુધી વેનેઝુએલા (Venezuela) ની વાત છે, આ એનર્જી સેક્ટરમાં વ્યાપાર અને રોકાણ બંને તરફથી અમારું જૂનું પાર્ટનર રહ્યું છે. અમે 2019-20 સુધી વેનેઝુએલા પાસેથી એનર્જી અને ખનીજતેલ ઈમ્પોર્ટ કરી રહ્યા હતા, જેના પછી અમારે તેને રોકવું પડયું... એનર્જી સિક્યુરિટી પ્રત્યે અમારા દ્રષ્ટિકોણ મુજબ, ભારત વેનેઝુએલા સહિત કોઈપણ ખનીજતેલની સપ્લાઈના કમર્શિયલ ફાયદો જોવા માટે તૈયાર છે.
આ પણ વાંચો : PM Modi Donald Trump Call : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી સાથે ફોન પર કરી વાતચીત
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બજારની સ્થિતિઓ અને આંતરરાષ્ટ્રીય બદલાવોના હિસાબથી એનર્જી સોર્સિંગમાં વિવિધતા લાવવા એનર્જી પ્રોક્યોરમેન્ટ માટે અમારી રણનીતિનો મુખ્ય હિસ્સો છે. જાયસવાલે કહ્યુ કે જ્યાં સુધી ભારતના એનર્જી સોર્સિંગનો સવાલ છે, સરકારે ઘણાં પ્રકારે જાહેરમાં કહ્યુ છે કે 1.4 અબજ ભારતીયોની એનર્જી સિક્યુરિટી પાક્કી કરવી સરકારની સૌથી મોટી પ્રાથમકિતા છે.
આ પણ વાંચો : India-US Trade Deal: પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને પીએમ મોદીના દાવાઓ તો અલગ છે, ટેરિફ ડીલ પર ચીનની પ્રતિક્રિયા
તેમણે કહ્યુ કે ઉદેશ્યપૂર્ણ બજારની સ્થિતિઓ અને બદલાતા આંતરરાષ્ટ્રીય માહોલના હિસાબથી પોતાની એનર્જી સોર્સિંગમાં વિવિધતા લાલવા તેને પાક્કું કરવાની અમારી રણનીતિનો મુખ્ય હિસ્સો છે. તેમણે કહ્યુ કે ભારતના તમામ નિર્ણ એ વાતને ધ્યાનમાં રાખીને લેવાય રહ્યા છે અને લેવામાં આવશે.
Delhi | Responding to ANI's question about President Trump’s claim that India has agreed to stop buying Russian oil and shift to buying crude from the United States and possibly Venezuela, MEA Spokesperson Randhir Jaiswal says, "The government has stated publicly on several… pic.twitter.com/QSZdp9UeYL
— ANI (@ANI) February 5, 2026
ટ્રમ્પ (Trump) નો દાવો
ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ઘોષણા બાદ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયન ખનીજતેલ ખરીદવાનું બંદ ખરી દેશે અને તેના સ્થાને વેનેઝુએલાના ખનીજતેલમાં રોકાણ કરશે.
ટ્રમ્પે આ સપ્તાહની શરૂઆતમાં ટ્રુથ પર લખ્યું હતું કે અમે ટ્રેડ સહિત ઘણી ચીજો પર વાત કરી અને રશિયા તથા યૂક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા પર સંમતિ બની કે રશિયન ખનીજતેલ ખરીદવાનું બંધ કરવામાં આવશે અને યૂનાઈટેડ સ્ટેટ્સ અને કદાચ, વેનેઝુએળાથી ઘણું વધારે ખનીજતેલ ખીદવામાં આવશે. તેનાથી યૂક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં મદદ મળશે, જેમાં દર સપ્તાહે હજારો લોકો મરી રહ્યા છે.
આ પણ વાંચો : India-Russia Ralation: ભારતીય મિત્ર નહીં બદલે, OIL મુદ્દે Russia એ કહી મોટી વાત- જુઓ VIDEO


