India-China Border Dispute : આખું લદ્દાખ જાણે છે કે ચીને આપણી જમીન હડપી છે : રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ચીનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. હાલમાં ચીને જાહેર કરેલા નવા નકશામાં અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને તેમનો હિસ્સો જણાવવામાં આવ્યો છે, તેના પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર...
08:46 AM Aug 30, 2023 IST
|
Hiren Dave
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ચીનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. હાલમાં ચીને જાહેર કરેલા નવા નકશામાં અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને તેમનો હિસ્સો જણાવવામાં આવ્યો છે, તેના પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યો છે. રાહુલે કહ્યું કે, હું લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું, વડાપ્રધાને ચીનના મુદ્દે દેશને ગેરમાર્ગે દોર્યો છે. ચીને ભારતની જમીન છીનવી લીધી છે .
આખું લદ્દાખ જાણે છે કે ચીને આપણી જમીન હડપી છે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જે કહે છે કે લદ્દાખમાં એક ઈંચ પણ જમીન ગઈ નથી તે જૂઠ છે. આખું લદ્દાખ જાણે છે કે ચીને આપણી જમીન હડપ કરી છે. નકશાનો મામલો ગંભીર છે, કારણ કે તેઓએ જમીન લીધી છે. વડાપ્રધાને આ અંગે કંઈક કહેવું જોઈએ.
ભારતે વિરોધ નોંધાવ્યો હતો
ભારતે મંગળવારે ચીનના નકશામાં દર્શાવવામાં આવેલા અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીન અંગે પાડોશી દેશના દાવાઓને "પાયાવિહોણા" ગણાવીને ફગાવી દીધા હતા. એ પણ કહ્યું કે ચીન તરફથી આવા પગલાથી સરહદ સંબંધિત મામલો વધુ જટિલ બનશે.
ચીનની આ પ્રકારની હરકતો સરહદના મુદ્દાને જ જટિલ બનાવશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ચીનના કહેવાતા 'સ્ટાન્ડર્ડ મેપ'ની 2023ની આવૃત્તિ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નો પર કહ્યું, 'અમે ચીનના કહેવાતા 'માનક નકશા'ની 2023ની આવૃત્તિ પર આજે રાજદ્વારી માધ્યમો દ્વારા સખત વિરોધ નોંધાવ્યો હતો. જે ભારતીય વિસ્તાર પર દાવો કરે છે. બાગચીએ કહ્યું, “અમે આ દાવાઓને નકારીએ છીએ જેનો કોઈ આધાર નથી. ચીનની આ પ્રકારની હરકતો સરહદના મુદ્દાને જ જટિલ બનાવશે.
Next Article