EVM એટલે દરેક મત મુલ્લાઓની વિરુદ્ધ, મહારાષ્ટ્રના મંત્રીનું વિવાદિત નિવેદન
- નીતીશ રાણેનું ફરી એકવાર વિવાદિત નિવેદન
- કેરાળાને મીની પાકિસ્તાન ગણાવી ચુક્યા છે મંત્રી
- હિંદુ સમુદાય એક થઇને કરી રહ્યો છે મતદાન
Nitesh Rane News: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નિતેશ રાણેએ વિપક્ષી દળો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વિપક્ષી દળ એ વાત નથી પચાવી શકતું કે હવે દરેક હિંદુ સમાજ એક થઇને મતદાન કરી રહ્યો છે.
મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેનું ફરી વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે EVM મશીનને એવરી વોટ મુલ્લા વિરુદ્ધ ગણાવી દીધું હતું. તેમણે કહ્યું કે, હા અમે ઇવીએમ એમએલએ છે પરંતુ ઇવીએમનો અર્થ દરેક વોટ મુલ્લા વિરુદ્ધ તેવો થાય છે. નિતેશ રાણે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના દરવાજા સામાન્ય લોકો માટે ખુલ્યા, તમે પણ લઈ શકશો કોર્ટરૂમની મુલાકાત
હિંદુ સમુદાય એક થઇને મતદાન કરી રહ્યા છે
મહારાષ્ટ્રમાં મત્સ્ય પાલન અને પોર્ટ મિનિસ્ટર રાણેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં તમામ વિપક્ષી દળ ઇવીએમના નામે બુમો પાડી રહ્યા છે. સાંગલીમાં હિંદુ ગર્જના સભામાં બોલતા તેમણે કહ્યું કે, તેઓ ઇવીએમને દોષ આપી રહ્યા છે. તેઓ તે તથ્યને પચાવી નથી શકતા કે હવે હિંદુઓ એક થઇ ગયા છે અને તેઓ એક થઇને મતદાન કરી રહ્યા છે.
વિવાદિત નિવેદન આપતા રહે છે નિતેશ રાણે
થોડા દિવસો પહેલા જ રાણેએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેરળમાં આતંકવાદી લોકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મત આપે છે. તેમણે કેરળ માટે મિની પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો : Banaskantha: માત્ર 99 રૂપિયાની કૂપન ખરીદો અને જીતો લાખોના આકર્ષક ઈનામનું કૌભાંડ
જિતેન્દ્ર આવ્હાડે કર્યો વળતો પ્રહાર
શરદ પવાર જુથના નેતા જિતેન્દ્ર આવ્હાડે નિતેશ રાણેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો અને ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, નિતેશ રાણેએ સંવિધાન પર હાથ રાખીને શપથ ગ્રહણ કર્યા છે. કેટલાક લોકોને હિંદુ મુસ્લિમ કરવા માટે જ રાખ્યા છે.
લોકોના મનમાં ઇવીએમ અંગે ઘણી આશંકા છે
આવ્હાડે કહ્યું કે, ચૂંટણી થયા બાદથી લોકોના મનમાં ઇવીએમ અંગે ઘણી શંકા છે. આ ચૂંટણીમાં 201 બુથ પર હુમલો થયો અને 201 બુથ કેપ્ચર થયા. જવાબદાર તંત્રની હતી. મારા આરોપ છે કે, જિલ્લા તંત્ર નોકરોની જેમ કામ કરી રહ્યું હતું. તેમણે કહ્યું કે, જે લોકો મત આપવા માટે આવતા હતા તેઓ ઇંક લગાવીને બહાર જતા રહેતા હતા. તેમને મત આપવા દેવામાં આવતો નહોતો. ચૂંટણી પંચને શર્મ આવવી જોઇએ. અમે માંગ કરીએ છીએ કે ચૂંટણી પંચ સંજ્ઞાન લે. એસપીથી માંડીને ચૂંટણી પંચના અધિકારીઓ પર પણ કાર્યવાહી થવી જોઇએ.
આ પણ વાંચો : ફ્લોપ રહ્યા બાદ ફરી ભગવાનની શરણે પહોંચ્યો Virat Kohli, Anushka પણ રહી હાજર