Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Faridabad Mall Death: સીસીટીવીમાં કેદ થયું લાઈવ મોત, મોલમાં ડાન્સ કરતા યુવકનું પ્રાણપંખેરું ઉડ્યું

હરિયાણાના ફરીદાબાદમાં સેક્ટર-79 સ્થિત ડી-માર્ટ મોલમાં એક આઘાતજનક ઘટના બની છે. અહીં ક્રિસમસની તૈયારીઓ દરમિયાન ડાન્સ કરી રહેલો 25 વર્ષીય દેવકીનંદન અચાનક ફ્લોર પર ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાથમિક રીતે મોતનું કારણ હાર્ટ એટેક મનાય છે, પરંતુ પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ તેજ કરી છે.
faridabad mall death  સીસીટીવીમાં કેદ થયું લાઈવ મોત  મોલમાં ડાન્સ કરતા યુવકનું પ્રાણપંખેરું ઉડ્યું
Advertisement
  • ફરીદાબાદના ડી-માર્ટ મોલમાં ડાન્સ કરતા યુવકનું અચાનક મોત
  • મોલમાં ક્રિસમસની તૈયારી દરમિયાન સર્જાઈ કરુણ દુર્ઘટના
  • ડાન્સ કરતા-કરતા નીચે પટકાયાની સમગ્ર ઘટના CCTVમાં કેદ
  • મૃતક યુવક મથુરાનો વતની હતો, પરિવારે હત્યાની શંકા જતાવી
  • હાર્ટ એટેક કે અન્ય કારણ? પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે ખુલાસો

Faridabad Mall Death : હરિયાણાના ફરીદાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં સેક્ટર-79માં આવેલા ડી-માર્ટ મોલમાં ડાન્સ ફ્લોર પર નાચી રહેલા એક યુવકનું અચાનક ઢળી પડ્યા બાદ કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના મોલમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Faridabad Mall Death : ક્રિસમસની તૈયારીઓ દરમિયાન બની ઘટના

મૃતક યુવકની ઓળખ 25 વર્ષીય દેવકીનંદન તરીકે થઈ છે. તે મૂળ ઉત્તર પ્રદેશના મથુરાનો રહેવાસી હતો અને હાલ ફરીદાબાદના મુજેડી વિસ્તારમાં ભાડે રહેતો હતો. તે આ મોલમાં જ કામ કરતો હતો. રવિવારે મોડી રાત્રે તે મોલની અંદર ક્રિસમસના આગામી કાર્યક્રમની તૈયારીઓ કરી રહ્યો હતો, જે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.

Advertisement

Advertisement

Faridabad Mall Death : CCTVમાં કેદ થયા આખરી ક્ષણો

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે દેવકીનંદન તેના એક સાથીદાર સાથે ડીજેના તાલે ડાન્સ કરી રહ્યો હતો. નાચતા-નાચતા તે અચાનક જ ફ્લોર પર પટકાયો અને બેભાન થઈ ગયો. પ્રાથમિક દ્રષ્ટિએ આ હાર્ટ એટેકનો કેસ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ મૃતકના પરિજનોએ તેની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે.

પરિવારનો આક્ષેપ અને પોલીસ તપાસ

પરિવારજનોના મતે દેવકીનંદન એકદમ સ્વસ્થ હતો અને તેને કોઈ બીમારી નહોતી. પોલીસે જણાવ્યું છે કે મોતનું સચોટ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. મંગળવારે બીકે હોસ્પિટલના ડોક્ટરોના બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સા

છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં ડાન્સ કે કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ફરીદાબાદની આ ઘટનાએ ફરી એકવાર આરોગ્ય અને અચાનક થતા મોતના કારણો પર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : ભાજપના મહિલા નેતાની આફ્રિકન નાગરિકને ધમકી, 'હિન્દી શીખી લો, નહીં તો...'

Tags :
Advertisement

.

×