Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

FATF's Grey List : પાકિસ્તાનને FATFના ગ્રે લિસ્ટમાં સામેલ કરાવવા ભારતે તૈયાર કર્યુ ડોઝિયર

FATFના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન (Pakistan) ને સામેલ કરાવવા માટે ભારતે ડોઝિયર તૈયાર કર્યુ. ભારતે મજબૂત પૂરાવા સાથે તૈયાર કરેલ ડોઝિયરથી પાકિસ્તાનને લાગશે મોટો ઝટકો. વાંચો વિગતવાર.
fatf s grey list   પાકિસ્તાનને fatfના ગ્રે લિસ્ટમાં સામેલ કરાવવા ભારતે તૈયાર કર્યુ ડોઝિયર
Advertisement
  • પાકિસ્તાનને FATFના ગ્રે લિસ્ટમાં સામેલ કરાવવા ભારતે તૈયાર કર્યુ ડોઝિયર
  • FATFના ગ્લોબલ સ્ટાન્ડર્ડનો પાકિસ્તાન ભંગ કરે છે - ભારત
  • ભારતનો આ પ્રયાસ Pakistan ની આર્થિક કરોડરજ્જૂ તોડી નાખશે

FATF's Grey List : આતંકવાદને પ્રોત્સાહન આપતા અને પોષતા કુખ્યાત પાકિસ્તાને મોટો ઝટકો લાગવાનો છે. ભારતે પાકિસ્તાનને મરણતોલ ઘા ફટકારવાની તૈયારી કરી દીધી છે. વિશ્વની અગ્રણી સંસ્થા ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (Financial Action Task Force-FATF) ના ગ્રે-લિસ્ટમાં પાકિસ્તાનને સામેલ કરી દેવા માટે ભારતે એક ડોઝિયર તૈયાર કર્યુ છે. આ ડોઝિયરમાં ભારતે મજબૂત પૂરાવા રજૂ કર્યા છે. આ ડોઝિયરમાં દર્શાવાયું છે કે પાકિસ્તાન FATF ના ગ્લોબલ સ્ટાન્ડર્ડનો ભંગ કરે છે.

પાકિસ્તાન પર મરણતોલ ઘા

ભારત હવે આતંકવાદને પોષતા દેશ Pakistan ને દરેક બાજુએથી મરણતોલ ઘા આપવા માંગે છે. સરહદ પર ધૂળ ચટાડ્યા બાદ હવે ભારતે આર્થિક ક્ષેત્રે પાકિસ્તાનને પછડાટ આપવાનું નક્કી કર્યુ છે. ભારતે વિશ્વની અગ્રણી સંસ્થા ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (Financial Action Task Force-FATF) ના ગ્રે-લિસ્ટમાં પાકિસ્તાનને સામેલ કરી દેવા માટે ભારતે એક ડોઝિયર તૈયાર કર્યુ છે. આ ડોઝિયરમાં દર્શાવાયું છે કે પાકિસ્તાન FATF ના ગ્લોબલ સ્ટાન્ડર્ડનો ભંગ કરે છે. આ ડોઝિયરમાં ભારતે મજબૂત પૂરાવા રજૂ કર્યા છે. પાકિસ્તાન ભારતના આ ડોઝિયરથી ફફડી ઉઠ્યું છે. જો FATF ભારતના ડોઝિયર પર નિર્ણય લઈ પાકિસ્તાનને તેના ગ્રે લિસ્ટમાં મૂકી દે તો આતંકવાદને પોષતા દેશની આર્થિક કરોડરજ્જૂ તૂટી જાય તેમ છે.

Advertisement

FATFનું ગ્રે લિસ્ટ

1989માં ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (Financial Action Task Force-FATF)ની સ્થાપના કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનેગારો અને આતંકવાદીઓ ભંડોળ કેવી રીતે એકત્ર કરે છે, ઉપયોગ કરે છે અને મૂવ કરે છે તેના પર બાઝનજર રાખવાનો છે. FATF નિયમિતપણે મની લોન્ડરિંગ, આતંકવાદી ધિરાણ અને ધિરાણ તકનીકો વિશે જાગૃતિ લાવતા અહેવાલો પ્રકાશિત કરે છે. જેથી વિશ્વના દેશો આ પ્રકારના જોખમોને ઘટાડવા માટે જરૂરી પગલાં લઈ શકે. FATF પાસે બ્લેક લિસ્ટ અને ગ્રે લિસ્ટ બે યાદીઓ છે. બ્લેક લિસ્ટમાં એવા દેશોનો સમાવેશ થાય છે જે મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળ રોકવા માટે FATF ના નિયમોનું પાલન કરતા નથી. આ યાદીમાં સમાવિષ્ટ દેશો પર ખૂબ જ કડક આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રતિબંધો લાદવામાં આવે છે. જ્યારે ગ્રે લિસ્ટમાં એવા દેશોનો સમાવેશ થાય છે જેમની પાસે મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળ રોકવામાં કેટલેક અંશે અસમર્થ છે, પરંતુ તેઓ FATF સાથે સુધારો કરવા માટે સહયોગ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ શું ટ્રમ્પની વાત માની ગયા PM મોદી ? ટેરિફને લઈને આ મોટો નિર્ણય લેવાયો

FATFના ગ્રે લિસ્ટના દેશો

ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (Financial Action Task Force-FATF) ના ગ્રે-લિસ્ટમાં વિશ્વના અનેક દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાં આતંકવાદ પોષાઈ રહ્યો હોવાના પૂરાવા FATF પાસે છે. આ દેશોમાં અલ્જેરિયા, અંગોલા, બલ્ગેરિયા, બુર્કિના ફાસો, કેમરૂન, કોટ ડી'આઈવોર, ક્રોએશિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, હૈટી, કેન્યા, લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક, લેબનોન, માલી, મોનાકો, મોઝામ્બિક, નામિબિયા, નેપાળ, નાઈજીરીયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ સુદાન, સીરિયા, તાંઝાનિયા, વેનેઝુએલા, વિયેતનામ અને યમનનો સમાવેશ થાય છે. ભારતે હવે આ યાદીમાં પાકિસ્તાને સામેલ કરતું ડોઝિયર તૈયાર કરી દીધું છે. આ ડોઝિયરમાં ભારતે મજબૂત પૂરાવા પણ સામેલ કર્યા છે.

આ પણ વાંચોઃ Moscow એરપોર્ટ પર ડ્રોન હુમલો; માંડ માંડ બચ્યુ કનિમોઝીની આગેવાની હેઠળનું ડેલિગેશન

Tags :
Advertisement

.

×