"ભારતની રાજનીતિના મહિલા ગજની": Gaza પર ટીપ્પણી મામલે Priyanka Gandhi પર ભાજપનું નિશાન
. PM મોદીની ઈઝરાયલ મુલાકાત પર Priyanka Gandhi નું નિશાન
. બુધવારથી પીએમ મોદી ઈઝરાયલના બે દિવસના પ્રવાસે
. ગાઝા નરસંહારનો મુદ્દો ઉઠાવનાર પ્રિયંકા ગાંધી પર ભાજપનો વાકપ્રહાર
BJP V/S Priyanka Gandhi: ભારતીય જનતા પાર્ટીએ બુધવારે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) પર આકરો વાકપ્રહાર કરતા તેમને ભારતીય રાજનીતિના મહિલા ગજની ગણાવી દીધા છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયલ મુલાકાત પહેલા ગાઝા નરસંહારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પછી ભાજપ તરફથી આ ટીપ્પણી કરવામાં આવી છે.
Priyanka Gandhi ભાજપનો વાકપ્રહાર
2008માં બોલીવુડની ફિલ્મ ગજની (Ghajini) પ્રદર્શિત થઈ હતી અને તેમાં નાયક શોર્ટ ટર્મ મેમરી લૉસ (short-term memory loss) ની સમસ્યાથી પીડાતો હતો. ભાજપે આનો ઉપયોગ કરીને પ્રિયંકા ગાંધી પર પસંદગીયુક્ત રાજકીય હંગામો કરવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપ (BJP) ના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા (Gaurav Bhatia) એ એક્સ પર પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) દ્વારા સંસદમાં પેલેસ્ટાઈન (Palestine) લખેલી બેગ લઈને આવવા વખતનો ફોટોગ્રાફ સાથે લખ્યું છે કે ભારતીય રાજનીતિ (Indian Politics) ના મહિલા ગજની (Female Ghajini) પાછા આવ્યા છે.
આ પણ વાંચો: PM મોદી, પ્રિયંકા ગાંધી, સુપ્રિયા સુલે-ધર્મેન્દ્ર પ્રધાન... સંસદીય સત્ર બાદ પક્ષ-વિપક્ષની 'ચાય પર ચર્ચા'
ગૌરવ ભાટિયા (Gaurav Bhatia) એ પોતાના સોશયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે પેલેસ્ટાઈન બેગ લઈને સંસદમાં આવવું સરળ છે, પરંતુ 7 ઓક્ટોબરના 1200થી વધુ લોકોના હત્યાકાંડ, મહિલાઓના અપહરણ અને બળાત્કારને વખોડવાની નૌતિક હિંમત હોવી પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) માટે સ્પષ્ટપણે ઘણી અઘરી છે. ભાટિયાએ કહ્યુ છે કે તમે નકલી ગાંધી અટક ધરાવી શકો છો, પરંતુ તમારામાં સ્પષ્ટપણે દ્રઢતા અને હિંમતની ઉણપ છે. #SelectiveOutrage.
The Female Ghajini of Indian politics is back! Carrying a 'Palestine' bag to Parliament is easy, but having the moral courage to condemn the Oct 7th massacre of 1,200+ innocents, women being abducted and raped is clearly too hard for @priyankagandhi. Takes a lot of moral courage… https://t.co/SNbRdquPKG pic.twitter.com/I5hdHXXgwG
— Gaurav Bhatia गौरव भाटिया 🇮🇳 (@gauravbhatiabjp) February 25, 2026
આ પણ વાંચો: સંસદમાં PM મોદી પર હુમલાનો કારસો રચી રહી હતી વિપક્ષી મહિલા સાંસદ: મનોજ તિવારીનો દાવો
કૉંગ્રેસના નિશાને PM ની ઈઝરાયલ યાત્રા
આના પહેલા પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી (PM Modi) ની ઈઝરાયલ (Israel) મુલાકાતને વખોડતા ક્હ્યું હતું કે તેઓ આશા કરે છે કે વડાપ્રધાન ઈઝારયલ (Israel) ની સંસદને સંબોધિત કરતી વખતે ગાઝા (Gaza) ના નરસંહારનો મામલો ઉઠાવશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતે સત્ય, શાંતિ અને ન્યાયની વૈશ્વિક દીવદાંડી બનવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે સવારે ઈઝરાયલની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાતનો ઉદેશ્ય ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંરક્ષણ, સુરક્ષા, ટેક્નોલોજી અને વ્યાપારના સહકારને મજબૂત કરવાનો છે. આ ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીની બીજી ઈઝરાયલ યાત્રા છે.
આના પહેલા કૉંગ્રેસના નેતા જયરામ રમેશે (Jairam Ramesh) ઈઝરાયલના વડાપ્રધાન બેન્જમિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) ની વૈશ્વિક ટીકાની પૃષ્ઠભૂમિમાં પીએમ મોદી પર નૈતિક કાયરતા દાખવાનો આરોપ લગાવ્યો છે.
ગાઝામાં ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા સૈન્ય કાર્યવાહી અને અધિકૃત વેસ્ટ બેંકમાં કથિત ગેરકાયદેસર વસાહતોના વિસ્તરણ બદલ ટીકાનો સામનો કરી રહેલા નેતન્યાહૂને ગળે મળવા બદલ કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટીકા કરી છે.
આ પણ વાંચો: Priyanka Gandhi: બાબાએ PM બનવાના આશિર્વાદ આપ્યા તો હસી પડયા પ્રિયંકા ગાંધી!


