ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi Police: દિલ્હી પોલીસના વેરહાઉસમાં ભીષણ આગ, 450 વાહનો બળીને ખાખ

Delhi Police: દિલ્હીમાંથી મહત્વની સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી પોલીસના વજીરાબાદમાં આવેલા 'વેરહાઉસ' (યાર્ડ)માં ભીષણ આગ ફાટી નીકળી હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે આ ભીષણ આગની જપેટમાં 450થી વધારે વાહનો બળીને ખાખ થઈ ગયા છે. ઉલ્લેખનીય...
06:06 PM Jan 29, 2024 IST | VIMAL PRAJAPATI
Delhi Police: દિલ્હીમાંથી મહત્વની સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી પોલીસના વજીરાબાદમાં આવેલા 'વેરહાઉસ' (યાર્ડ)માં ભીષણ આગ ફાટી નીકળી હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે આ ભીષણ આગની જપેટમાં 450થી વધારે વાહનો બળીને ખાખ થઈ ગયા છે. ઉલ્લેખનીય...
Delhi Police

Delhi Police: દિલ્હીમાંથી મહત્વની સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી પોલીસના વજીરાબાદમાં આવેલા 'વેરહાઉસ' (યાર્ડ)માં ભીષણ આગ ફાટી નીકળી હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે આ ભીષણ આગની જપેટમાં 450થી વધારે વાહનો બળીને ખાખ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ જાણકારી દિલ્હી ફાયર બ્રિગેડ સેવાના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. આ માલખાના તે જગ્યા છે જ્યા પોલીસ શહેરમાંથી જપ્ત કરેલા વાહનો રાખે છે.

આ ઓપરેશન બે કલાક ચાલ્યું હતું

આ બાબતે જાણકારી આપતા દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે, આ ભીષણ આગ ચાર વાગ્યાની આસપાસ લાગી હતી. અત્યારે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે. આ આગ એટલી ભીષણ હતી કે, તેના માટે બે કલાક ઓપરેશન ચાલ્યું અને સવારે 6 વાગે આગ કાબુમાં આવી હતી. ત્યાર બાદ જાણકારી સામે આવી કે, આગની જપેટમાં 450 ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

250 ટુવ્હીલર ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ

ઉલ્લેખનીય છે કે, એક બીજા અદિકારીએ આપેલી જાણકારી પ્રમાણે વાત કરીએ તો, આગને પગલે કોઈ પણ કર્મચારીને જાનહાની થઈ નથી. પરંતુ આગની જપેટમાં 200 ફોરવ્હીલર અને 250 ટુવ્હીલર ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ જગ્યા આશરે 500 ચોરસ યાર્ડના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. ઉલ્લેખનીય છે કે, સવારે 6 વાગે આગને કાબુ લઈ લેવામાં હતી પરંતુ તેમાં કોઈ જાનહાની થયાના સમાચાર સામે આવ્યા નથી પરંતુ જપ્ત કરેલી ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: મંજૂરી વિનાના બાંધકામ ઉપર રામજી સાથે PM મોદી અને યોગીની સ્થાપના કરાઇ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Budget 2024: ભારતનું પહેલુ બજેટ ક્યારે રજુ થયું હતું? જાણો આ ખાસ વાતો
Tags :
Delhi PoliceDelhi Police TweetFierce fireGujarati Newsnational newswarehouse
Next Article