ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi-NCR માં 22 બિલ્ડર સામે FIR, 47 સ્થળ પર દરોડા, દેશની રાજધાનીમાં હડકંપ

રાજધાની દિલ્હીથી એક ચોંકાવનરા ઘટના સામે આવી CBIએ 22 બિલ્ડર સામે છેતરપિંડીના કેસમાં કરી કાર્યવાહી લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાના બિલ્ડર પર આરોપ લાગ્યા CBI raid : દેશની રાજધાની દિલ્હીથી એક ચોંકાવનરા (NCR builders scam)સમાચાર સામે આવ્યા છે. દિલ્હી-NCRમાં...
07:57 PM Jul 30, 2025 IST | Hiren Dave
રાજધાની દિલ્હીથી એક ચોંકાવનરા ઘટના સામે આવી CBIએ 22 બિલ્ડર સામે છેતરપિંડીના કેસમાં કરી કાર્યવાહી લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાના બિલ્ડર પર આરોપ લાગ્યા CBI raid : દેશની રાજધાની દિલ્હીથી એક ચોંકાવનરા (NCR builders scam)સમાચાર સામે આવ્યા છે. દિલ્હી-NCRમાં...
CBI investigation

CBI raid : દેશની રાજધાની દિલ્હીથી એક ચોંકાવનરા (NCR builders scam)સમાચાર સામે આવ્યા છે. દિલ્હી-NCRમાં સીબીઆઈએ 22 બિલ્ડર સામે છેતરપિંડીના આરોપ બદલ મોટી કાર્યવાહી કરી છે. 22 બિલ્ડરે દિલ્હી-NCRમાં મહેનત મજૂરી કરી ઘર ખરીદનારા લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાના (CBI investigation)આ બિલ્ડર પર આરોપ લાગ્યા છે.

CBIએ દરોડા પાડીને કાર્યવાહી કરી

દેશની રાજધાનીમાં CBI અત્યારે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. CBIએ આ વખતે બિલ્ડરો પર તવાઈ બોલાવી છે. મળતી માહિતી મુજબ CBIએ ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી કરવા બદલ 47 સ્થળ પર દરોડા પાડીને કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 22 બિલ્ડર સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને 47 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સરકાર તરફથી જાહેર જનતા માટેની સબસિડી યોજના સાથે આ કૌભાંડ જોડાયેલો છે.

આ પણ  વાંચો -NISAR satellite launch : NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી

અધિકારીઓની પણ મિલીભગત

સરકારની સબસિડી યોજના સાથે જોડાયેલા આ કૌભાંડમાં દેશની રાજધાની દિલ્હીના મોટા અધિકારોની પણ મિલી ભગત સામે આવી છે. સબસિડી યોજનાનો લાભ લઈને ઘર ખરીદનારા લોકો આમાં ફસાયા છે જેમને ઘર મળી શક્યું ન હતું અને તે ઉપરાંત બેંકો પાસેથી વસૂલાતનો સામનો કરવો પડી રહ્યો છે. છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી ત્યાર બાદ કોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી અને સીબીઆઈને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો

આ પણ  વાંચો -. BREAKING: ટ્રમ્પની મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટેરિફ, 1 ઓગસ્ટથી થશે અમલી

દરોડા ક્યાં પાડવામાં આવ્યા હતા?

બિલ્ડરો સામે મોટી કાર્યવાહીના આદેશ બાદ કોર્ટે 22 નિયમિત કેસ નોંધવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસોની તપાસના ભાગ રૂપે, સીબીઆઈએ દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ સહિત NCRમાં 47 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા પણ મળી આવ્યા છે. સીબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે તપાસ હજુ પણ ચાલુ છે અને ભવિષ્યમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે.

કેવી રીતે કર્યું કૌભાંડ?

આ કૌભાંડના મૂળ સબસિડી યોજનામાં હોમ લોનની વ્યવસ્થા કરી આપનાર બેંક સાથે પણ જોડાયેલા છે. બિલ્ડર અને બેંક મિલીભગત કરીને શરૂઆતમાં ઘર ખરીદનારની હોમ લોનની EMI ચૂકવતા હતા અને ગ્રાહકને વિશ્વાસમાં લેતા હતા કે તમારે ઘરનો કબજો ન મળે ત્યાં સુધી કઈ કંઈપણ ચૂકવવું પડશે નહીં. બાદમાં આ કૌભાંડીઓએ ગ્રાહકોને ન તો ઘર આપ્યું કે ન તો બિલ્ડરે બેંકને હપ્તા ચૂકવ્યા અને તમામ આર્થિક બોજ ગ્રાહકોને માથે પડ્યો.

Tags :
CBI InvestigationCBI raidDelhi-NCR real estateHomebuyers fraudNCR builders scamSubvention scheme scam
Next Article