SEBI ના ભૂતપૂર્વ વડા માધવી પુરી બુચ સામે FIR નોંધવાનો આદેશ, સ્ટોક માર્કેટમાં છેતરપિંડીનો આરોપ
- ACB કોર્ટેનો માધવી પુરી બુચ સામે FIR નોંધવાનો આદેશ
- અદાણી ગ્રૂપ અને સેબી વચ્ચેની મિલીભગતનો આક્ષેપ
- કોર્ટે 30 દિવસમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો
FIR against Madhavi Puri Butch : મુંબઈની સ્પેશિયલ ACB કોર્ટે સ્ટોક માર્કેટમાં કથિત છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના આરોપસર સેબીના ભૂતપૂર્વ વડા માધવી પુરી બુચ અને અન્ય પાંચ લોકો સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે તપાસ પર નજર રાખશે અને 30 દિવસમાં સ્ટેટસ રિપોર્ટ (કેસનો) માંગ્યો છે. તમને જણાવી દઈએ કે સેબીના વડા તરીકે માધવી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થયો છે અને તેમના સ્થાને ઓડિશા કેડરના આઈએએસ તુહિન કાંત પાંડેને સેબીના નવા વડા બનાવવામાં આવ્યા છે, જેમનો કાર્યકાળ 3 વર્ષ સુધી ચાલશે.
કયા મામલામાં FIR નોંધાશે?
2024 ના અંતમાં, અમેરિકન રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગે તત્કાલીન સેબી ચીફ માધવી પુરી બુચ વિરુદ્ધ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેબી ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિનો અદાણી ગ્રુપના વિદેશી ભંડોળમાં હિસ્સો છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ અને સેબી વચ્ચેની મિલીભગતનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આરોપોને નકારી કાઢ્યા
માધવી પુરી બુચ અને તેના પતિએ હિંડનબર્ગના આ આરોપો પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ તમામ આરોપો પાયાવિહોણા છે. આ સાથે તેણે કહ્યું હતું કે અમે કોઈ માહિતી છુપાવી નથી અને હિંડનબર્ગના આરોપોમાં કોઈ સત્યતા નથી.
આ પણ વાંચો : વિવિધ રાજ્યોમાં મતદારોની સમાન EPIC નંબરનો શું અર્થ? જાણો શું કહ્યું ચૂંટણી પંચે ?
અદાણી ગ્રુપે આપ્યો આ પ્રતિભાવ
સેબીના તત્કાલિન વડા માધવી પુરી બૂચ અને અદાણી જૂથ વચ્ચેની મિલીભગતના હિન્ડેનબર્ગના આક્ષેપોનો જવાબ આપતાં અદાણી જૂથે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ઉપરાંત, અદાણી ગ્રુપે કહ્યું કે, આ નફો કમાવવા અને બદનામ કરવાનું કાવતરું છે.
બુચનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો
એવું નથી કે માધવી પુરી બૂચ પર માત્ર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. સપ્ટેમ્બર 2024 માં, સેબીના 500 કર્મચારીઓએ નાણા મંત્રાલયને એક પત્ર લખ્યો હતો, જેમાં આરોપ મૂક્યો હતો કે સેબી કાર્યાલયનું વાતાવરણ ખૂબ જ ઝેરી છે, માધવી પુરી બૂચ મીટિંગમાં બૂમો પાડે છે અને ઠપકો આપે છે. આ સાથે, પત્રમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે સેબીના વડા જાહેરમાં અપમાન પણ કરે છે.
આ પણ વાંચો : ED arrests: 3558 કરોડના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ દેશ છોડે એ પહેલા EDએ દબોચ્યો!