સિંગાપોરની શાળામાં આગ દુર્ઘટના, Dy. CM પવન કલ્યાણનો પુત્ર દાઝ્યો
- સિંગોપોરની શાળામાં આગ દુર્ઘટના
- આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનો સૌથી નાના પુત્ર માર્ક શંકર જખ્મી
- પવન ક્લયાણ તમામ કાર્યક્રમો રદ કરીને સિંગાપોર જવા રવાના થશે
Singapore: આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણના સૌથી નાના પુત્ર માર્ક શંકર આગની ઘટનામાં ઘાયલ થયા છે. તે સિંગાપોરની એક શાળામાં અભ્યાસ કરતો હતો. માર્કની સારવાર સિંગાપોરની એક હોસ્પિટલમાં ચાલી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ માર્કને હાથ અને પગમાં ઈજા થઈ છે. 10 ઓક્ટોબર 2017ના રોજ જન્મેલા માર્ક શંકર પવન કલ્યાણ અને તેમની પત્ની અન્ના લેઝનેવાના નાના પુત્ર છે. સમાચાર મળતા જ પવન ક્લયાણ તમામ કાર્યક્રમો રદ કરીને સિંગાપોર જવા રવાના થશે.
પવન કલ્યાણ સિંગાપોર જશે
પવન કલ્યાણને પોતાના પુત્રના ઘાયલ થવાની માહિતી મળતાં તેમણે પોતાના બધા કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ ટૂંક સમયમાં વિશાખાપટ્ટનમથી સિંગાપોર જવા રવાના થઈ શકે છે. તેઓ હાલમાં મણિયમ, અલ્લુરી સીતારામ રાજુની મુલાકાતે હતા. આ પ્રવાસ પછી, આગળના બધા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. પવન કલ્યાણનો ASR કાર્યક્રમ પણ તેમણે અધવચ્ચે જ બંધ કરી દીધો.
આ પણ વાંચોઃ દામોહના નકલી ડૉક્ટરે વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકરની હાર્ટ સર્જરી કરી! 20 દિવસમાં થયું મોત
JEE મેઈન્સના વિદ્યાર્થીઓ પરીક્ષા ચૂકી ગયા
પવન કલ્યાણ તેમના કાર્યક્રમો માટે એક વિશાળ કાફલા સાથે જતાં મોટી સંખ્યામાં JEE મેઇન્સના વિદ્યાર્થીઓ તેમની પરીક્ષા ચૂકી ગયા હતા. તેમના કાફલાના ઘણા વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, તેમના કાફલાને કારણે રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ કારણે તેઓ તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શક્યા નહીં અને તેમનું પેપર ચૂકી ગયા. જોકે, બાદમાં વિશાખાપટ્ટનમ પોલીસે એક વિગતવાર નિવેદન જારી કરીને વિદ્યાર્થીઓના આરોપોને ફગાવી દીધા હતા
આ પણ વાંચોઃ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે PM મોદીએ કર્યો સંવાદ