ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi માં આવતીકાલે જાહેર થઈ શકે છે 'મહિલા સન્માન નિધિ'નો પ્રથમ હપ્તો ? જાણો શું છે શરત

સરકાર મહિલાઓને આ યોજનાનો લાભ આપવા માટે પાત્રતાના માપદંડો તૈયાર કરી રહી છે. જે મહિલાઓની વાર્ષિક આવક રૂપિયા 2.5 લાખથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળશે
08:39 PM Mar 07, 2025 IST | MIHIR PARMAR
સરકાર મહિલાઓને આ યોજનાનો લાભ આપવા માટે પાત્રતાના માપદંડો તૈયાર કરી રહી છે. જે મહિલાઓની વાર્ષિક આવક રૂપિયા 2.5 લાખથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળશે
mahila sanman nidhi

Mahila Samman Nidhi : સરકાર મહિલાઓને આ યોજનાનો લાભ આપવા માટે પાત્રતાના માપદંડો તૈયાર કરી રહી છે. જે મહિલાઓની વાર્ષિક આવક રૂપિયા 2.5 લાખથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળશે. પ્રથમ તબક્કામાં બીપીએલ કાર્ડ ધરાવનાર મહિલાઓને સામેલ કરવામાં આવશે. જે મહિલાઓ પહેલાથી જ કોઈપણ સરકારી પેન્શન મેળવી રહી છે તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.

આવતીકાલે કેબિનેટની બેઠક

આવતીકાલે દિલ્હીમાં બીપીએલ કાર્ડ ધારક મહિલાઓ માટે સારા સમાચાર આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીની રેખા ગુપ્તા સરકાર આવતીકાલે એટલે કે શનિવારે (8 માર્ચ) 'મહિલા સન્માન નિધિ' યોજનાનો પ્રથમ હપ્તો જાહેર કરી શકે છે. આ પહેલા આ યોજનાને ઔપચારિક મંજૂરી આપવા માટે આવતીકાલે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે.

કેબિનેટની મંજૂરી બાદ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. આ યોજના અંતર્ગત બીપીએલ કાર્ડ ધરાવતી મહિલાઓને આર્થિક સહાય આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

કઈ મહિલાઓને મળશે આ લાભ ?

સરકાર મહિલાઓને આ યોજનાનો લાભ આપવા માટે પાત્રતાના માપદંડો તૈયાર કરી રહી છે. જે મહિલાઓની વાર્ષિક આવક રૂપિયા 2.5 લાખથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળશે. પ્રથમ તબક્કામાં બીપીએલ કાર્ડ ધરાવનાર મહિલાઓને સામેલ કરવામાં આવશે. જે મહિલાઓ પહેલાથી જ કોઈપણ સરકારી પેન્શન મેળવી રહી છે તેમને આ યોજનાનો લાભ મળશે નહીં. આ સાથે, સરકારી નોકરી કરતી મહિલાઓને પણ આ યોજનામાંથી બાકાત રાખવામાં આવી છે.

આ પણ વાંચો :  Tamilnadu માં ટિપર લોરી-બસ વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત

હોળી પર તમને મફત ગેસ સિલિન્ડરની ભેટ પણ મળી શકે છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉજ્જવલા યોજના હેઠળ હોળી પર મફત ગેસ સિલિન્ડર આપવાના પ્રસ્તાવને પણ આવતીકાલની કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી શકે છે. તમને જણાવી દઈએ કે ભાજપે પોતાના ઘોષણાપત્રમાં ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને આર્થિક મદદ આપવાનો વાયદો કર્યો હતો. હવે દરેકની નજર આવતીકાલની કેબિનેટ મીટિંગ અને જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં થનારી જાહેરાત પર છે.

આવતીકાલે JLN સ્ટેડિયમમાં એક મોટો કાર્યક્રમ થઈ શકે છે

દિલ્હી બીજેપીના પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે અમારી સરકાર સમાજના દરેક વર્ગ માટે કામ કરવા અને બધાની પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. 8 માર્ચ આવવા દો, આ અંગે વધુ સ્પષ્ટતા થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજેપી આવતીકાલે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરી રહી છે, જ્યાં સમગ્ર દિલ્હીમાંથી લગભગ 5,000 મહિલાઓ એકત્ર થવાની ધારણા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.

આ પણ વાંચો :  ભાષા વિવાદ અને સીમાંકન મુદ્દે કોંગ્રેસ નેતા જયરામ રમેશની પ્રતિક્રિયા

Tags :
BJPWomenWelfareBPLCardWomenDelhiCabinetApprovalDelhiWomenSchemeEmpoweringWomenFreeGasCylinderHoliGiftsForWomenJLNStadiumMahilaSammanNidhiRekhaGuptaUjjwalaSchemeWomenEmpowermentWomenInDelhi
Next Article