Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાવાઝોડા વચ્ચે Flight ની ઇમરજન્સી લેન્ડિંગ, Indigo એ જાહેર કર્યું નિવેદન

દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 2142ને ભારે વાવાઝોડા અને કરાના તોફાનનો સામનો કરવો પડ્યો, જેમાં વિમાનના નોઝ કોનને નુકસાન થયું. 227 મુસાફરો સાથેનું આ વિમાન સુરક્ષિત રીતે શ્રીનગરમાં લેન્ડ કર્યું, પરંતુ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં મુસાફરોની ગભરાહટ સ્પષ્ટપણે દેખાય છે.
વાવાઝોડા વચ્ચે flight ની ઇમરજન્સી લેન્ડિંગ  indigo એ જાહેર કર્યું નિવેદન
Advertisement
  • શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, 227 મુસાફરો સુરક્ષિત
  • વાવાઝોડા વચ્ચે IndiGo flight નું ઇમરજન્સી લેન્ડિંગ
  • Indigo એ જાહેર કર્યું નિવેદન

Indigo Flight : દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E 2142 (IndiGo flight 6E 2142) ને ગંભીર હવામાનની સ્થિતિનો સામનો કરવો પડ્યો. આ ઘટનામાં વિમાનના નોઝ કોન (Nose Cone) ને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે ફ્લાઇટે શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ (emergency landing) કરવું પડ્યું. ઇન્ડિગો એરલાઇન્સે (IndiGo Airlines) આ અંગે નિવેદન જારી કરીને જણાવ્યું કે, અચાનક આવેલા કરાના તોફાનને કારણે વિમાનને આ નુકસાન થયું. જોકે, પાઇલોટ અને કેબિન ક્રૂ (pilot and cabin crew) એ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીને વિમાનને શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું.

મુસાફરોની સલામતી અને એરલાઇનની પ્રતિક્રિયા

આ ઘટના દરમિયાન વિમાનમાં 227 મુસાફરો સવાર હતા. શ્રીનગર એરપોર્ટ પર વિમાનનું લેન્ડિંગ થયા બાદ એરપોર્ટ સ્ટાફે તમામ મુસાફરોની સુરક્ષા અને આરામને પ્રાથમિકતા આપી. ઇન્ડિગોએ જણાવ્યું કે, વિમાનનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવશે અને જરૂરી જાળવણી બાદ તેને સેવામાં પરત લાવવામાં આવશે. એરલાઇન્સે ભારપૂર્વક જણાવ્યું કે મુસાફરોની સલામતી તેમની પ્રાથમિકતા છે અને આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મુસાફરોની ગભરાટભરી સ્થિતિ અને વિમાનની અસ્થિરતા સ્પષ્ટ દેખાય છે. મુસાફરોના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાનમાંથી પસાર થતી વખતે વિમાનમાં જોરદાર ધ્રુજારીનો અનુભવ થયો, જેના કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. આ વીડિયોમાં મુસાફરોની ચિંતા અને તણાવ સ્પષ્ટપણે દેખાય છે, જે આ ઘટનાની ગંભીરતાને દર્શાવે છે.

Advertisement

Advertisement

વાયરલ વીડિયોમાં જોવા મળ્યું ભયાનક દ્રશ્ય

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, વિમાનમાં બેઠેલા એક મુસાફર દ્વારા રેકોર્ડ કરાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં, કરા વિમાન પર પડતા દેખાય છે અને આખું વિમાન ખરાબ રીતે ધ્રુજતું દેખાય છે. વીડિયોમાં મુસાફરોનો ગભરાટ, ચીસો અને ડર સ્પષ્ટપણે જોઈ શકાય છે.

હવામાન વિભાગની ચેતવણી

આ ઘટના એવા સમયે બની જ્યારે દેશના અનેક રાજ્યોમાં ખરાબ હવામાનની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ઘણા રાજ્યોમાં ભારે પવન (40-50 કિમી પ્રતિ કલાક) અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં દિવસભરની ગરમી બાદ સાંજે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો. શ્રીનગર અને જમ્મુ-કાશ્મીરના અન્ય વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના ખરાબ હવામાનની પરિસ્થિતિમાં ઉડ્ડયનની જટિલતાઓને ઉજાગર કરે છે. ઇન્ડિગો એરલાઇન્સે તેમની ઝડપી પ્રતિક્રિયા અને Systematic management દ્વારા મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી.

આ પણ વાંચો :  Indigo Flight : ઉડતા વિમાન પર વીજળી ત્રાટકી,જુઓ અંદરનો video

Tags :
Advertisement

.

×