Flight Ticket Price Hike: હવે વિમાનમાં બેસવું થશે મોંઘું, આ એરલાઇન્સે ટિકિટના ભાવમાં કર્યો ધરખમ વધારો
- જેટ ઇંધણના ભાવ પ્રતિ બેરલ $200ને પાર પહોંચતા એરલાઇન્સ પર દબાણ (Flight Ticket Price Hike)
- Air India એ ઘરેલુ મુસાફરીમાં અંતર મુજબ ટિકિટના ભાવમાં કર્યો વધારો
- મુસાફરો માટે ચેક્ડ-ઈન બેગેજ અને અન્ય સેવાઓના ચાર્જમાં પણ મોટો ઉછાળો
- Akasa Air અને વૈશ્વિક એરલાઇન્સે અનેક ફ્લાઇટ રૂટમાં કર્યો ધરખમ કાપ
વૈશ્વિક સ્તરે ઇંધણના વધતા ભાવની સીધી અસર હવે સામાન્ય મુસાફરોના ખિસ્સા પર પડી રહી છે. અમેરિકા (USA), ઇઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે વધતા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે જેટ ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (Aviation Turbine Fuel - ATF) ના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરના અઠવાડિયામાં જેટ ઇંધણના ભાવ પ્રતિ બેરલ $85-90 થી વધીને $150-200 સુધી પહોંચી ગયા છે.
Flight Ticket Price Hike: એરલાઇન્સ પર આર્થિક દબાણ
કોઈપણ એરલાઇનના કુલ સંચાલન ખર્ચ (Operating Cost) માં ઇંધણનો હિસ્સો આશરે 25% જેટલો હોય છે. ઇંધણના ભાવ બમણા થવાને કારણે એરલાઇન્સ માટે જૂના ભાડા પર કાર્યરત રહેવું અશક્ય બન્યું છે. પરિણામે, એર ઇન્ડિયા (Air India) અને ઇન્ડિગો (IndiGo) જેવી અગ્રણી કંપનીઓએ તેમની નાણાકીય વ્યૂહરચના બદલીને ભાડા વધારવાની શરૂઆત કરી છે.
ઇન્ડિગો અને એર ઇન્ડિયાના કડક પગલાં
એર ઇન્ડિયા, ઇન્ડિગો અને યુનાઇટેડ એરલાઇન્સ (United Airlines) સહિતની કંપનીઓએ ટિકિટના ભાવ વધારવાની સાથે ઇંધણ સરચાર્જ (Fuel Surcharge) અને સામાન ફીમાં પણ વધારો કર્યો છે. ઘણી એરલાઇન્સ હવે તેમની વિસ્તરણ યોજનાઓ મુલતવી રાખી રહી છે અને ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
મુખ્ય એરલાઇન્સના નિર્ણયો
ઇન્ડિગો (IndiGo): સ્થાનિક ફ્લાઇટ્સ પર ₹950 સુધી અને લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ₹10,000 સુધીનો ફ્યુઅલ સરચાર્જ ઝીંક્યો.
એર ઇન્ડિયા (Air India): અંતર-આધારિત સરચાર્જ લાગુ કર્યો છે, જેમાં 500 કિમી સુધી ₹299 અને 2,000 કિમીથી વધુ માટે ₹899 સુધીનો વધારો કરાયો છે.
અકાસા એર (Akasa Air): ₹199 થી ₹1300 સુધીનો ઇંધણ સરચાર્જ 15 માર્ચથી અમલી બનાવ્યો છે.
એર ફ્રાન્સ (Air France KLM): લાંબા અંતરની ફ્લાઇટ્સમાં રાઉન્ડ ટ્રીપ દીઠ આશરે ₹5,000 (50 યુરો) નો વધારો કરવાની યોજના છે.
યુનાઇટેડ એરલાઇન્સ (United Airlines): ઓછી નફાકારક ફ્લાઇટ્સમાં કાપ મૂક્યો છે અને સામાન ફીમાં વધારો કર્યો છે.
આ સિવાય એરએશિયા (AirAsia) એ ફ્લાઇટ્સમાં 10% ઘટાડો કર્યો છે, જ્યારે ડેલ્ટા એર લાઇન્સ (Delta Air Lines) એ ફ્લાઇટ ક્ષમતામાં 3.5% નો ઘટાડો કરીને સામાન ફી વધારી છે. અમેરિકન એરલાઇન્સ (American Airlines) એ પણ સામાન ફીમાં વધારો કર્યો છે.
આ પણ વાંચ : Flight Ticket Price Hike: હવે વિમાનમાં બેસવું થશે મોંઘું, આ એરલાઇન્સે ટિકિટના ભાવમાં કર્યો ધરખમ વધારો


