Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bengaluru Heavy Rain : ધોધમાર વરસાદ થી બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ,500થી વધુ ઘર ડૂબ્યાં

બેંગલુરુમાં વરસાદે મચાવી તબાહી બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ 500થી વધુ ઘર ડૂબ્યાં,3ના મોત     Bengaluru Heavy Rain :દેશભરમાં હવામાન પોતાના અલગ-અલગ રૂપ બતાવે છે. આ દરમિયાન IMDએ અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ...
bengaluru heavy rain   ધોધમાર વરસાદ થી બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ 500થી વધુ ઘર ડૂબ્યાં
Advertisement
  • બેંગલુરુમાં વરસાદે મચાવી તબાહી
  • બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ
  • 500થી વધુ ઘર ડૂબ્યાં,3ના મોત

Advertisement

Bengaluru Heavy Rain :દેશભરમાં હવામાન પોતાના અલગ-અલગ રૂપ બતાવે છે. આ દરમિયાન IMDએ અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ બેંગલુરૂ (Bengaluru Rains)માટે ઓરેન્જ એલર્ટ અને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

Advertisement

12 કલાકમાં 130 મીમી વરસાદ

રવિવારે સાંજથી સોમવાર સવાર સુધી લગભગ 12 કલાકમાં 130 મીમી વરસાદથી બેંગલુરૂને ભારે નુકસાન થયું છે. અહીં ત્રણ લોકોના મોત નિપજ્યા છે, 500 ઘરોમાં પાણી ભરાઈ ગયા, 20થી વધુ તળાવો છલકાઈ ગયા છે. મહત્ત્વપૂર્ણ વિસ્તારોના ડઝનથી વધારે રસ્તા જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતાં, અંડરપાસ અને ફ્લાઇઓવર પર પાણી ભરાઈ ગયા છે, વાહનવ્યવહાર પણ કલાકો સુધી ઠપ્પ રહ્યો અને બેંગલુરૂના અનેક વિસ્તારોમાં જાહેર સેવા ઠપ થઈ ગઈ છે.

એક દાયકાનો બીજો સૌથી વધુ વરસાદ

ભારે વરસાદ અને વાવાઝોડાએ શહેરના દક્ષિણ, ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી. હવામાન વિભાગે આવનારા પાંચ દિવસો સુધી બેંગલુરૂમમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. BBMPના ચીફ કમિશનર મહેશ્વર રાવે તેને એક દાયકામાં બીજા નંબરનો સૌથી વધુ વરસાદ ગણાવ્યો છે.

કમોસમી વરસાદથી અનેક લોકોના મોત

સોમવારે સાંજે 6.15 વાગ્યાની આસપાસ દક્ષિણ બેંગલુરૂમાં ડોલર્સ કોલોની, બીટીએમ લેઆઉટ 2જી સ્ટેજમાં આવેલા મધુવન એપાર્ટમેન્ટમાં ભરાયેલા વરસાદી પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે 63 વર્ષીય મનમોહન કામથ અને 12 વર્ષીય સુરક્ષા ગાર્ડના પુત્ર દિનેશનું વીજળીના કરંટથી મૃત્યુ થયું. પહેલા માળે રહેતા કામથે પાણી બહાર કાઢવા માટે મોટર ખરીદી. તે જ સમયે, ગાર્ડ ભરતનો પુત્ર દિનેશ કામથને મદદ કરવા બહાર આવ્યો. જ્યારે મોટર પ્લગ ઇન કરવામાં આવી, ત્યારે બંનેને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો. અન્ય રહેવાસીઓ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. નોંધનીય છે કે, દિનેશ ત્રણ મહિના પહેલા તેના માતા-પિતા સાથે નેપાળથી બેંગલુરુ આવ્યો હતો.

આ પણ  વાંચો -IB ચીફ તપન ડેકાનો કાર્યકાળ ફરી લંબાવાયો,કેન્દ્ર સરકારે એક વર્ષનું એક્સટેન્શન આપ્યું

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સે હાથ ધરી કાર્યવાહી

વ્હાઇટફિલ્ડથી લગભગ 50 કિમી દૂર, કેંગેરીના કોટે લેઆઉટમાં 100 ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. અહીંના રસ્તાઓ ગટરમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે 44 ફોર-વ્હીલર અને 93 ટુ-વ્હીલર તણાઈ ગયા હતા. આ સિવાય 27 વૃક્ષો ઉખડી ગયા હતા અને 43થી વધુ વૃક્ષોની ડાળીઓ તૂટી ગઈ હતી. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સે પૂરગ્રસ્ત ઘર અને મહોલ્લામાંથી લોકોને બચાવવા માટે હોડીઓ તૈનાત કરી હતી.કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર અનુસાર, કોરામંગલા, બસવનગુડી, મરાઠાહલ્લી અને એચએએલ એરપોર્ટ જેવા અન્ય વિસ્તારોમાં પણ 90 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. યેલહંકાના 29 માંથી 20 તળાવો સંપૂર્ણ ક્ષમતાએ પહોંચી ગયા છે.

આ પણ  વાંચો -મદરેસાના અભ્યાસક્રમમાં ''Operation Sindoor'નો સમાવેશ થશે, ઉત્તરાખંડની ધામી સરકારનો મોટો નિર્ણય

ટુ-વ્હીલર પાણીમાં તરતા જોવા મળી

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ જંકશન પાણીમાં ડૂબી ગયું હતું.શહેરના કેન્દ્ર,ડબલ રોડ, રિચમંડ ટાઉન અને શાંતિ નગરમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા અને ટુ-વ્હીલર પાણીમાં તરતા જોવા મળ્યા હતા. ગંભીર પૂરને કારણે ઇલેક્ટ્રોનિક્સ સિટી એલિવેટેડ એક્સપ્રેસ વે અને મરાઠાહલ્લી તરફ જતો આઉટર રિંગ રોડ બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય જાહેર પરિવહન સેવાઓ પર ભારે અસર પડી છે. શાંતિનગરમાં આવેલા BMTC બસ ડેપો પાણીમાં ડૂબી ગયું હતું.  ત્યારે તેઓ બસો બહાર ન કાઢી શક્યા. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પણ પાણીથી ભરાઈ ગઈ હતી, જેના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આઠ રૂમમાં રાખેલા સત્તાવાર રેકોર્ડને નુકસાન થયું હતું.

Tags :
Advertisement

.

×