Political : પૂર્વ CM જગન મોહન રેડ્ડીએ કર્યો ચોંકાવનારો દાવો
- પૂર્વ CM જગન મોહન રેડ્ડીનો દાવો (Political)
- CM ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં
- જગન મોહન રેડ્ડીએ વૉટ ચોરી મામલે ગંભીર આક્ષેપ
- કેજરીવાલ પણ હાર્યા તો રાહુલ કેમ બોલતા નથી?
Political: આંધ્રપ્રદેશના (Andhra Pradesh)પૂર્વ મુખ્યમંત્રી અને યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ ચોંકાવનારો દાવો કરી રાજકારણમાં (Political)ખળભળાટ મચાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના સંપર્કમાં છે. આ સાથે તેમણે વૉટ ચોરી મામલે પણ રાહુલ પર ગંભીર આક્ષેપ કર્યો છે.
જગન મોહન રેડ્ડીએ વૉટ ચોરી મામલે કર્યો ગંભીર આક્ષેપ
જગન મોહન રેડ્ડીએ રાહુલ પર નિશાન સાધીને સવાલ કર્યો છે કે,રાહુલ ગાંધી જોરશોરથી વૉટ ચોરીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, પરંતુ તેઓ આંધ્રપ્રદેશમાં વૉટ ચોરીનો મુદ્દો કેમ ઉઠાવતા નથી? આનું કારણ એ છે કે, ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં છે.
કેજરીવાલ પણ હાર્યા તો રાહુલ કેમ બોલતા નથી? (Political)
YSRCPના પ્રમુખે કહ્યું કે,રાહુલ ગાંધી વૉટ ચોરીની વાતો કરી રહ્યા છે.તો પછી તેઓ આંધ્રપ્રદેશ અંગે કેમ કશું બોલતા નથી? આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું જાહેર થયેલ પરિણામ અને મતગણતરી દિવસના ઓપિનિયન પોલમાં 12.5 ટકા મતનું અંતર હતું.આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા, તો પછી રાહુલ કેજરીવાલ વિશે કેમ કશું બોલતા નથી? તેઓ આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી મામલે વાત કરતા નથી,કારણ કે ચંદ્રબાબુ નાયડુ રેવંત રેડ્ડી દ્વારા હૉટલાઈન પર રાહુલ ગાંધીના સંપર્કમાં છે.
આ પણ વાંચો -Shimla Cloudburst : કુલ્લુમાં વાદળ ફાટ્યું, તબાહીના દ્રશ્યો જોઈ હૈયું બેસી જશે!
રાહુલ ગાંધી પોતાના કામ પ્રત્યે ઈમાનદાર નથી
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રેડ્ડીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે,હું તેમના જેવા વ્યક્તિ પર શું ટિપ્પણી કરું, જે પોતે જ પોતાના કામ પ્રત્યે ઈમાનદાર નથી?’ જગન મોહન રેડ્ડીનું આ નિવેદન તે સમયે સામે આવ્યું છે, જ્યારે આંધ્રપ્રદેશ પોલીસે 3500 કરોડ રૂપિયાના શરાબ કૌભાંડમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. આ કૌભાંડમાં જગનનું પણ નામ સામેલ છે.