ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભૂતપૂર્વ CM KCR પર ભ્રષ્ટાચારના આરોપ લગાવનારની છરીથી હત્યા

તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર મેડીગડ્ડા બેરેજના ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર વ્યક્તિ બુધવારે જયશંકર ભૂપાલપલ્લી ખાતે તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવી, જ્યારે ગુરુવારે કોર્ટમાં કેસની સુનાવણી થવાની હતી.
12:49 PM Feb 20, 2025 IST | Hardik Shah
તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર મેડીગડ્ડા બેરેજના ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર વ્યક્તિ બુધવારે જયશંકર ભૂપાલપલ્લી ખાતે તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવી, જ્યારે ગુરુવારે કોર્ટમાં કેસની સુનાવણી થવાની હતી.
Mysterious death of person who accused KCR

Mysterious death of person who accused KCR : તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર મેડીગડ્ડા બેરેજના ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર વ્યક્તિ બુધવારે જયશંકર ભૂપાલપલ્લી ખાતે તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવી, જ્યારે ગુરુવારે કોર્ટમાં કેસની સુનાવણી થવાની હતી. આ બેરેજ કાલેશ્વરમ પ્રોજેક્ટનો ભાગ છે, અને આ આરોપોએ રાજકીય ચર્ચા ઊભી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ મોત કુદરતી નહોતું પરંતુ હત્યા હતી, જોકે તેમણે કોઈ રાજકીય પક્ષના સામેલ હોવાનો ઈનકાર કર્યો છે.

જમીન વિવાદમાં 50 વર્ષીય રાજલિંગમૂર્તિની છરીના ઘા મારી હત્યા

50 વર્ષીય એન રાજલિંગમૂર્તિની હત્યા જમીન વિવાદના કેસ સાથે જોડાયેલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં બે અજાણ્યા શખ્સોએ તેમના પર છરીના ઘા કર્યા હતા. બુધવારે સાંજે 7.30 વાગ્યે, તેઓ મોટરસાઈકલ પર ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો, અને ગંભીર રીતે ઘવાયેલા રાજલિંગમૂર્તિને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરની ટીમે તેમને મૃત જાહેર કર્યા. પોલીસ દ્વારા હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને પ્રાથમિક તપાસમાં આ ઘટનાનું મુખ્ય કારણ જમીન વિવાદ હોવાનું સામે આવ્યું છે.

કોર્ટ પાસે કરી હતી આ માંગ

વાસ્તવમાં રાજલિંગમૂર્તિએ ઓક્ટોબર 2023 માં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે કોર્ટ પાસે માંગ કરી હતી કે KCR વિરુદ્ધ FIR નોંધવામાં આવે. આ ઉપરાંત, તેમની સાથે સંકળાયેલા કેટલાક અન્ય લોકો સામે પણ કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. KCR ના ભત્રીજા સામે કેસ દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. KCR, ટી. હરીશ રાવ સાથે મળીને, સેશન્સ જજ દ્વારા આપવામાં આવેલા આદેશને સસ્પેન્ડ કરવા માટે તેલંગાણા હાઈકોર્ટમાં ગયા હતા. નીચલી કોર્ટે તેમની સામે તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આની સામે KCR એ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો :  Tamilnadu : પતિને દોરડાથી બાંધ્યો, બાળકીના ગળા પર છરી રાખી, મહિલા પર દુષ્કર્મ! જાણો સમગ્ર મામલો

Tags :
Former CM KCRGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahKCRMysterious death
Next Article