Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Madhya Pradesh Accident : પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાઈ, MPના ભૂતપૂર્વ ગૃહમંત્રીની પુત્રી સહિત 3 લોકોના મોતે

Madhya Pradesh Accident : દેશમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ભયાનંક અકસ્માત ઈન્દોરમાં સર્જાયો છે. આજે વહેલી સવારે મધ્ય પ્રદેશના ઈન્દોરના તેજાજી નગર પરથી ઉતરકી વખતે એક સ્પીડમાં આવતી કાર ટ્રક સાથે અથડાઈ હતી. જોર ટક્કર મારતા કારની આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળ્યો હતો.
madhya pradesh accident   પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાઈ  mpના ભૂતપૂર્વ ગૃહમંત્રીની પુત્રી સહિત 3 લોકોના મોતે
Advertisement
  • Madhya Pradesh Accident : ઈન્દોરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • અકસ્માતમાં MPના ભૂતપૂર્વ ગૃહમંત્રીની પુત્રી સહિત 3ના મોત
  • કારમાંથી દારુની બોટલ મળી - સૂત્રો

Madhya Pradesh Accident : દેશમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ભયાનંક અકસ્માત ઈન્દોરમાં સર્જાયો છે. આજે વહેલી સવારે મધ્ય પ્રદેશના ઈન્દોરના તેજાજી નગર પરથી ઉતરકી વખતે એક સ્પીડમાં આવતી કાર ટ્રક સાથે અથડાઈ હતી. જોર ટક્કર મારતા કારની આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. મળતી માહિતી અનુસાર આ કારમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મંત્રી બાલા બચ્ચનની પુત્રી અને અન્ય લોકો સવાર હતા. જેમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મંત્રી બાલા બચ્ચનની પુત્રી અને 2 યુવાનોના મોત નિપજ્યાં છે. તેમજ એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

Madhya Pradesh Accident : કારમાંથી મળી દારુની બોટલ

પ્રાપ્તથતી માહિતી અનુસાર કારમાંથી દારુની બોટલ અને ડિસ્પોઝલ ગ્લાસ પણ મળી આવ્યા હતા. સૂત્રો અનુસાર 4 વ્યક્તિ પાર્ટીમાંથી પાછા આવી રહ્યાં હતા. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે 5:15 વાગ્યે તેજાજી નગર પુલ પરથી ઉતરતી વખતે આ માર્ગ અકસ્માતની જાણ થઈ હતી. ડીસીપી ઝોન 1 કૃષ્ણલાલ ચંદાનીએ જણાવ્યું હતું કે માહિતી મળતાં, ટીઆઈ દેવેન્દ્ર માર્કમ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. જ્યાં 2 યુવક અને 2 યુવતી લોહીથી લથપથ હાલતમાં કારમાં ફસાયેલા હતા. ત્યારે ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Advertisement

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય મૃતકોને કારમાંથી માંડ માંડ કાઢવામાં આવ્યા હતા. તેમને પોસ્ટમોર્ટમ માટે MY હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં કારમાં દારૂની બોટલો મળી આવી છે.

કોંગ્રેસના પ્રવક્તાના પુત્રનું નિપજ્યું મોત

DCP કૃષ્ણા લાલચંદાનીના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત મહિલા અનુષ્કા રાઠી છે, જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મૃતકોમાં પ્રેરણા બચ્ચન, પ્રખર કાસલીવાલ અને માન સંધુ છે. પ્રેરણા રાજપુર કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ ગૃહમંત્રી બાલા બચ્ચનની પુત્રી છે અને ઇન્દોરમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન, પ્રખર કાસલીવાલ કોંગ્રેસના પ્રવક્તા આનંદ કાસલીવાલનો પુત્ર છે. જાણવા મળ્યું છે કે પ્રખર કાર ચલાવી રહ્યા હતા.

આ પણ વાંચો --------  Venezuela ના વચગાળાના રાષ્ટ્રપતિએ અન્ય દેશો માટે દ્વાર ખોલ્યા, ટ્રમ્પના દાવા ફગાવ્યા

Tags :
Advertisement

.

×