Mumbai News : કલ્યાણમાં ચાર માળની ઇમારતનો સ્લેબ તૂટી પડતા 6ના મોત
- કલ્યાણમાં ચાર માળની સ્લેબ તૂટી પડયો
- ધરાશાયી થતાં ચાર લોકોના મોત
- અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા
Mumbai News: મુંબઇના કલ્યાણ વિસ્તારમાં (KalyanEast)ચાર માળની ઇમારતનો સ્લેબ (SlabCollapse)ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા હતા અને એકનો બચાવ કરવામાં આવ્યો છે. હાલ બચાવકાર્ય શરુ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યુ છે કે, બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના જૂની ઇમારતોની ખરાબ સ્થિતિ અને ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાનની અનિશ્ચિતતા દર્શાવે છે.
ઇમારતનો સ્લેબ ધરાશાયી
મુંબઈના કલ્યાણમાં આવેલી ચાંડીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મંગલરાઘો નગરમાં આવેલી સપ્તશ્રૃંગી નામની ચાર માળની ઇમારતનો બીજા માળનો સ્લેબ તૂટી પડ્યો હતો.જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા.અને ત્રીજા માળે એક બાળકી ફસાયેલી હતી જેને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવી હતી.જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલને બપોરે 2:55 વાગ્યે માહિતી મળી,ત્યારબાદ થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.આ વર્ષે મહારાષ્ટ્રમાં ઇમારત ધરાશાયી થવાની આ પહેલી ઘટના નથી. 27 જુલાઈ 2024ના રોજ, નવી મુંબઈના બેલાપુર વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને બે ઘાયલ થયા હતા. આ ઇમારતમાં 52 લોકો રહેતા હતા. જેમાંથી મોટી સંખ્યામાં લોકોને બચાવાયા હતા. પરંતુ આ અકસ્માતે ગેરકાયદેસર બાંધકામ અને જાળવણીના અભાવ અંગે પ્રશ્નો ઉભા કર્યા.
VIDEO | Maharashtra: At least four persons, including a child, were killed and four others injured after a slab of one of the four floors of a residential building collapsed on Tuesday afternoon in Kalyan city near Thane. Rescue operations underway. More details awaited.
(Full… pic.twitter.com/Kz5NFv6NwE
— Press Trust of India (@PTI_News) May 20, 2025
આ પણ વાંચો -Bengaluru Heavy Rain : ધોધમાર વરસાદ થી બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ,500થી વધુ ઘર ડૂબ્યાં
અગાઉ પણ બની છે આવી દુર્ઘટના
20 જુલાઈ, 2024 ના રોજ, મુંબઈમાં ગ્રાન્ટ રોડ નજીક MHADA બિલ્ડિંગનો સ્લેબ અને બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. મ્હાડાએ દાવો કર્યો હતો કે રહેવાસીઓને છ મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી પરંતુ ઘણા લોકોએ મકાન ખાલી કર્યું ન હતું. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ઇમારત ધરાશાયી થવાની ઘટનાઓ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. 2018-2022 વચ્ચે, રાજ્યમાં આવી ઘટનાઓમાં 1491 લોકો મૃત્યુ પામ્યા હતા. જૂની અને ગેરકાયદેસર ઇમારતો, નબળી બાંધકામ સામગ્રી અને સમયસર જાળવણીનો અભાવ આના મુખ્ય કારણો છે. કલ્યાણની આ ઘટના પણ આ તરફ ઈશારો કરે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સપ્તશ્રૃંગી ઇમારત જૂની હતી અને તેના માળખાને સમારકામની જરૂર હતી. પોલીસે તપાસ શરૂ કરી છે અને કહ્યું છે કે બેદરકારી માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.