ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજધાનીને મળ્યા ચોથા મહિલા મુખ્યમંત્રી, રેખા ગુપ્તાએ દિલ્હીના CM તરીકે શપથ લીધા

શાલીમાર બાગથી વિજેતા બનેલા રેખા ગુપ્તા (Rekha GUpta) એ રામલીલામાં દિલ્હી રાજ્યના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે, સાથે જ 6 નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
01:22 PM Feb 20, 2025 IST | Hardik Shah
શાલીમાર બાગથી વિજેતા બનેલા રેખા ગુપ્તા (Rekha GUpta) એ રામલીલામાં દિલ્હી રાજ્યના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે, સાથે જ 6 નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
Rekha Gupta Delhi CM Oath Ceremony

Rekha Gupta Delhi CM Oath Ceremony : શાલીમાર બાગથી વિજેતા બનેલા રેખા ગુપ્તા (Rekha GUpta) એ રામલીલામાં દિલ્હી રાજ્યના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે, સાથે જ 6 નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. નવા મંત્રીઓમાં પરવેશ વર્મા (નવી દિલ્હી), મનજિંદર સિંહ સિરસા (રાજૌરી ગાર્ડન), રવિંદર કુમાર ઈન્દ્રાજ (બવાના), કપિલ મિશ્રા (કરવલ નગર), આશિષ સૂદ (જનકપુરી) અને પંકજ કુમાર સિંહ (વિકાસપુરી) નો સમાવેશ થાય છે. નવા નેતૃત્વ સાથે દિલ્હીની રાજકીય ગતિવિધિઓમાં મહત્વપૂર્ણ બદલાવની શક્યતાઓ દેખાઈ રહી છે.

ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો

આજે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલા ભવ્ય શપથગ્રહણ સમારોહમાં શાલીમાર બાગથી પહેલી વાર વિજેતા બનેલા રેખા ગુપ્તા (Rekha Gupta) એ દિલ્હી રાજ્યના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, અમિતભાઈ શાહ સહિત NDAના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે. રસપ્રદ વાત એ છે કે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પણ સ્ટેજ પર હાજર હતા.

રેખા ગુપ્તા કોણ છે?

લગભગ 10 વર્ષ સુધી ABVP ના સભ્ય રહ્યા પછી, તે 2002 માં ભાજપમાં જોડાયા હતા. તે દિલ્હી ભાજપ મહિલા મોરચાના મહાસચિવ અને ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રેખા ગુપ્તા (Rekha Gupta) એક અનુભવી કાઉન્સિલર રહ્યા છે. તેમણે શાલીમાર બાગથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને 29,595 મતોથી હરાવ્યા.

વિદ્યાર્થી રાજકારણમાંથી સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા

રેખા ગુપ્તા પહેલી વાર ધારાસભ્ય બન્યા છે. અને 3 વાર વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. આ ઉપરાંત, તે 3 વખત MCD કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે. સંગઠન વિશે વાત કરીએ તો, રેખા ગુપ્તા ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે અને DUSU વિદ્યાર્થી સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે. તે બાળપણથી જ RSS સાથે જોડાયેલા છે. સંઘ પ્રચારક પ્રેમજી ગોયલના માર્ગદર્શન હેઠળ નેતૃત્વ કૌશલ્ય વિકસાવ્યું. તેણી વિદ્યાર્થી રાજકારણમાંથી સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા. તેઓ ABVP દ્વારા રાજકારણમાં સક્રિય થયા. તેઓ 1994માં દૌલત રામ કોલેજના સેક્રેટરી બન્યા. તેઓ 1995માં DU વિદ્યાર્થી સંઘના સેક્રેટરી અને 1996માં પ્રમુખ બન્યા.

આ પણ વાંચો :  Delhi : CM બનવા જઈ રહેલ રેખા ગુપ્તાએ કરી મોટી જાહેરાત, આ તારીખથી મહિલાઓના ખાતામાં રૂ. 2500 આવી જશે

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahRekha GuptaRekha Gupta Delhi CM Oath CeremonyRekha Gupta News
Next Article