'મિત્ર, માર્ગદર્શક અને ફિલોસોફર', પૂર્વ PM મનમોહન સિંહને સોનિયા ગાંધીએ આ રીતે યાદ કર્યા
- મનમોહન સિંહના વિઝને કરોડો ભારતીયોનુ જીવન બદલ્યુ
- મનમોહન સિંહનુ નિધન વ્યક્તિગત ખોટ
- મનમોહન સિંહ કોંગ્રેસ પાર્ટી માટે માર્ગદર્શક હતા
- લોકો તેમના સાફ દિલ અને તેજ દિમાગને કારણે તેમને પ્રેમ કરતા
- મનમોહન સિંહનું નિધન એક ઊંડી અંગત ખોટ
Manmohan Singh Death: સોનિયા ગાંધીએ સંદેશમાં લખ્યું છે કે, મનમોહન સિંહના વિઝનના કારણે જ કરોડો ભારતીયોના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેઓ સશક્ત બન્યા.
મનમોહન સિંહનુ નિધન વ્યક્તિગત ખોટ: સોનિયા ગાંધી
કોંગ્રેસ વર્કિંગ કમિટીના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને વ્યક્તિગત ખોટ ગણાવી છે. એક સંદેશ જારી કરીને, તેમણે કહ્યું કે, "ડૉ. મનમોહન સિંહના નિધનથી, અમે એક એવા નેતાને ગુમાવ્યા છે જે બુદ્ધિ, ખાનદાની અને નમ્રતાના પ્રતિક હતા, જેમણે આપણા દેશની પૂરા દિલથી સેવા કરી હતી."
મનમોહન સિંહના વિઝનના કારણે કરોડો ભારતીયોનુ જીવન બદલાયુ
સોનિયા ગાંધીએ સંદેશમાં લખ્યું છે કે, મનમોહન સિંહના વિઝનના કારણે જ કરોડો ભારતીયોના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેઓ સશક્ત બન્યા. સોનિયા ગાંધીએ લખ્યું, "તેઓ કોંગ્રેસ પાર્ટી માટે માર્ગદર્શક હતા. તેમની કરુણા અને દ્રષ્ટિએ લાખો ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવ્યુ અને તેમને સશક્ત બનાવ્યા. ભારતના લોકો તેમના સાફ દિલ અને તેજ દિમાગને કારણે તેમને પ્રેમ કરતા હતા.
મનમોહન સિંહનું નિધન મારા માટે અંગત ખોટ: સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ સંદેશમાં લખ્યું છે કે, "મારા માટે ડો. મનમોહન સિંહનું નિધન એક ઊંડી અંગત ખોટ છે. તેઓ મારા મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક હતા. તેઓ પોતાની રીતે ખૂબ જ નમ્ર હતા પરંતુ તેમના ઊંડા વિશ્વાસમાં એટલા મક્કમ હતા. સામાજિક ન્યાય, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ઊંડી અને અતૂટ હતી, તેમની સાથે સમય વિતાવવો એ તેમની શાણપણ અને અગમચેતીથી પ્રબુદ્ધ થવું, તેમની પ્રામાણિકતાથી પ્રેરિત અને તેમની અસલી નમ્રતાથી આશ્ચર્યચકિત થવાનું હતું. તેમણે આપણા રાષ્ટ્રીય જીવનમાં એક ખાલીપો છોડી દીધો છે, જે ક્યારેય ભરાઈ શકે તેમ નથી. કૉંગ્રેસ પાર્ટીમાં અમે લોકો અને ભારતના લોકો હંમેશા ગર્વ અને આભારી રહીશું કે, અમારી પાસે ડૉ. મનમોહન સિંહ જેવા નેતા હતા. જેમનું ભારતની પ્રગતિ અને વિકાસમાં યોગદાન અતુલ્ય છે."
આ પણ વાંચો: 'અંતિમ સંસ્કાર ત્યાં જ કરવામાં આવે, જ્યાં સ્મારક બની શકે...', ખડગેએ કેન્દ્ર સરકારને લખ્યો પત્ર


