Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

From Kerala to Keralam: કેરલ હવે બનશે 'કેરલમ', જાણો નામ બદલવા પાછળનું કારણ શું?

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Narendra Modi) ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ (Union Cabinet) દ્વારા મંગળવારે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કેરળ રાજ્યનું નામ બદલીને હવે સત્તાવાર રીતે "કેરળમ" (Keralam) કરવાના પ્રસ્તાવને મંજૂરી (Approval) આપવામાં આવી છે. આ નિર્ણય રાજ્ય વિધાનસભા દ્વારા વર્ષ 2024માં પસાર કરવામાં આવેલા સર્વાનુમત ઠરાવ (Unanimous Resolution) ને અનુસરીને લેવાયો છે.
from kerala to keralam  કેરલ  હવે બનશે  કેરલમ   જાણો નામ બદલવા પાછળનું કારણ શું
Advertisement
  • From Kerala to Keralam: હવે 'કેરલ' નહીં, 'કેરલમ' કહો
  • મોદી કેબિનેટે નામ બદલવાના પ્રસ્તાવ પર મારી મહોર!
  • ભારતનો નકશો બદલાશે, કેરલ હવે સત્તાવાર રીતે 'કેરલમ' તરીકે ઓળખાશે
  • પોતાની મૂળ ઓળખ તરફ પાછું વળ્યું રાજ્ય, કેરલમાંથી 'કેરલમ' બનવાની સંપૂર્ણ ગાથા
  • અશોકના શિલાલેખથી મોદી કેબિનેટ સુધી, 'કેરલમ નામ પાછળનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ
  • મલયાલમ સંસ્કૃતિનું વધશે હવે માન-સન્માન

From Kerala to Keralam: ભારતના નકશા પર જે રાજ્ય પોતાની પ્રાકૃતિક સુંદરતા અને ઉચ્ચ સાક્ષરતા માટે 'ગોડ્સ ઓન કન્ટ્રી' (God's Own Country) તરીકે ઓળખાય છે, તે હવે તેની મૂળ સાંસ્કૃતિક ઓળખ સાથે એક નવું ડગલું માંડી રહ્યું છે. દાયકાઓથી આપણે જેને 'કેરલ' તરીકે ઓળખતા હતા, તે હવે સત્તાવાર દસ્તાવેજોમાં તેની માતૃભાષા મલયાલમના ગૌરવવંતા નામ 'કેરલમ' તરીકે ઓળખાશે.

નામ એ માત્ર સંબોધન નથી, પરંતુ તે પ્રદેશના ઇતિહાસ, પરંપરા અને આત્માનો પડઘો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે (The Union Cabinet) લીધેલો આ નિર્ણય માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ હજારો વર્ષ જૂના વારસાને આધુનિક ભારતમાં પુનઃસ્થાપિત કરવાનો એક પ્રયાસ છે. સમ્રાટ અશોક (Emperor Ashoka) ના શિલાલેખોથી લઈને આદિ શંકરાચાર્ય (Adi Shankaracharya) ના જ્ઞાન સુધી જેની ગાથાઓ જોડાયેલી છે, તે ભૂમિના નામ પરિવર્તનની આ સફર અત્યંત રસપ્રદ છે.

Advertisement

From Kerala to Keralam _ 02_GUJARAT_FIRST

Advertisement

ચાલો જાણીએ, કેમ 'કેરલ' હવે 'કેરલમ' બન્યું, અને તેની પાછળ કયા ઐતિહાસિક તથા સાંસ્કૃતિક પરિબળો જવાબદાર છે.

આ પણ વાંચો--- Gurugram Drone Delivery : હવે ડિલિવરી બોય નહીં, રોબોટ આવશે તમારા ઘરના દરવાજે

From Kerala to Keralam: નામ પરિવર્તન પાછળનું કારણ (Reason Behind Name Change)

કોઈપણ રાજ્ય કે શહેરનું નામ બદલવા પાછળ ઊંડા રાજકીય (Political) અને સાંસ્કૃતિક કારણો (Cultural Reasons) જવાબદાર હોય છે. મલયાલમ ભાષામાં આ રાજ્યને વર્ષોથી 'કેરલમ' તરીકે જ ઓળખવામાં આવે છે. નામ એ માત્ર શબ્દ નથી, પણ એક ઓળખ (Identity) છે. ઋગ્વેદના જ્ઞાન સૂક્ત મુજબ, "કોઈ વસ્તુનું નામકરણ કરીને તેનો પરિચય કરાવવો એ જ્ઞાનની શરૂઆત છે." આ સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે રાજ્ય સરકારે આ ફેરફારનો આગ્રહ રાખ્યો હતો.

From Kerala to Keralam: કેરળનો પ્રાચીન ઇતિહાસ (Ancient History of Kerala)

કેરલનો પ્રાચિન અને અત્યંત સમૃદ્ધ ઇતિહાસ

શિલાલેખનો ઉલ્લેખ- કેરલનો સૌથી પહેલો ઉલ્લેખ ત્રીજી સદી બીસીઈ (3rd Century BCE) ના સમ્રાટ અશોકના શિલાલેખ (Inscription) માં જોવા મળે છે, જેમાં તેને 'ચેરા' અથવા 'કેરળપુત્ર' તરીકે વર્ણવવામાં આવ્યું છે.
આદિ શંકરાચાર્ય- આઠમી સદીમાં મધ્ય કેરળના કાલાડીમાં જન્મેલા આદિ શંકરાચાર્યએ અદ્વૈત વેદાંત (Advaita Vedanta) નો પ્રભાવશાળી સિદ્ધાંત આપ્યો હતો.
યુરોપિયન આગમન- 1498 માં પોર્ટુગીઝ સંશોધક (Explorer) વાસ્કો દ ગામા (Vasco da Gama) એ કોઝિકોડ સુધીનો દરિયાઈ માર્ગ શોધી કાઢ્યો હતો, જે ભારતમાં યુરોપિયન પ્રભાવની શરૂઆત હતી.

From Kerala to Keralam: સંઘર્ષ અને એકીકરણ (Struggle and Integration)

18મી સદીમાં ત્રાવણકોરના રાજા માર્થંડ વર્માએ ડચ સેનાને પરાજિત કરી હતી. 1947 માં આઝાદી સમયે ત્રાવણકોરે સાર્વભૌમ રાષ્ટ્ર (Sovereign Nation) બનવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાટાઘાટો બાદ રાજા ચિરિથા થિરુનલ બલરામ વર્માએ ભારતીય સંઘ (Indian Union) માં ભળી જવાનો નિર્ણય લીધો હતો.

From Kerala to Keralam _ 03_GUJARAT_FIRST

From Kerala to Keralam: કેરળ રાજ્યની રચના (Formation of Kerala State)

1956 પૂર્વે- આ વિસ્તાર ત્રાવણકોર-કોચીન (Travancore-Cochin) તરીકે ઓળખાતો હતો.
1956 માં ફેરફાર- ભાષાકીય આધાર પર મલબાર જિલ્લો અને કાસરગોડ તાલુકાને જોડીને 'કેરલ' રાજ્યની રચના કરવામાં આવી હતી.
2024-2026- હવે આ નામ બદલીને તેની મૂળ મલયાલમ ઓળખ મુજબ 'કેરળમ' કરવામાં આવ્યું છે.

કેરલમાંથી 'કેરલમ' બનવાની આ સફર એ રાજ્યની પોતાની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યેના ગૌરવનું પ્રતીક છે. આ ફેરફારથી રાજ્યની સત્તાવાર ઓળખમાં હવે મલયાલી પ્રભાવ (Malayali Influence) વધુ સ્પષ્ટ રીતે જોવા મળશે.

આ પણ વાંચો---  Pa. Deendayal Upaddhyay: જનસંઘ ઉર્દૂનો વિરોધ કરતું હતું, પણ દીનદયાલજીને ઉર્દૂ શાયરી ગમતી હતી!

Tags :
Advertisement

.

×