FSSAI New Vegan Rules : શું તમે વેગન ફૂડ ખાઓ છો? તો જાણી લો FSSAI ના આ નવા નિયમો
FSSAI એ 'વેગન ફૂડ્સ' માટે નવા સુધારા નિયમો 2026 જાહેર કર્યા છે, જેના હેઠળ 1 જુલાઈ 2027થી તમામ વેગન પ્રોડક્ટ્સ પર ખાસ લીલા રંગનો 'VEGAN' લોગો મૂકવો ફરજિયાત રહેશે. આ સાથે જ FSSAI એ અશ્વગંધાના પાનના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમોનો ઉદ્દેશ્ય ગ્રાહકોનો વિશ્વાસ વધારવા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોને વધુ મજબૂત બનાવવાનો છે.
Advertisement
FSSAI New Vegan Rules : ભારતની ખાદ્ય સુરક્ષા સંસ્થા FSSAI એ વેગન ફૂડ પેકેટ્સ માટે નવા નિયમો અમલી બનાવ્યા છે, જે મુજબ 1 જુલાઈ 2027 થી તમામ વેગન પ્રોડક્ટ્સ પર સત્તાવાર લોગો ફરજિયાત રહેશે. આ નિર્ણયનો હેતુ પ્રોડક્ટ્સની વિશ્વસનીયતા વધારવાનો છે. આ ઉપરાંત, FSSAI એ સ્વાસ્થ્ય સપ્લિમેન્ટ્સમાં અશ્વગંધાના પાનનો ઉપયોગ કરવા પર સ્પષ્ટપણે મનાઈ ફરમાવી છે.

