Gaganyaan-G1 ડિસેમ્બર 2025 માં લોન્ચ કરાશે - ISRO ચિફની જાહેરાત
- Gaganyaan-G1 વિશે ISRO ચિફ વી. નારાયણને કરી જાહેરાત
- પહેલું માનવરહિત Gaganyaan-G1 મિશન આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરાશે
- છેલ્લા ચાર મહિનામાં અવકાશ ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે - ISRO ચિફ
Gaganyaan-G1 : ISRO ચિફ વી. નારાયણન (V. Narayanan) એ ભારતના પ્રથમ માનવરહિત મિશન Gaganyaan-G1 વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ભારતનું પહેલું માનવરહિત મિશન Gaganyaan-G1 આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. આ મિશનમાં ગગનયાન-G1 ની સાથે વ્યોમમિત્ર (Vyommitra) પણ ઉડાન ભરશે. આ મિશનનો ઉદ્દેશ્ય ભારતની માનવરહિત અવકાશ મિશન ક્ષમતા દર્શાવવાનો છે.
Vyommitra પણ ઉડાન ભરશે
ISRO ચિફ વી. નારાયણન, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા (Subhanshu Shukla) અને પ્રશાંત બાલકૃષ્ણન નાયરે એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું. જેમાં ISRO ચિફ વી. નારાયણને ભારતના પ્રથમ માનવરહિત મિશન Gaganyaan-G1 વિશે માહિતી આપી. નારાયણને કહ્યું કે, છેલ્લા 4 મહિનામાં અવકાશ ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. આ સ્થિતિમાં આ વર્ષના અંતમાં કદાચ ડિસેમ્બરની આસપાસ પ્રથમ માનવરહિત મિશન G1 લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અર્ધ-માનવ જેવો દેખાતો વ્યોમમિત્ર પણ તેમાં ઉડાન ભરશે.
આ પણ વાંચોઃ PM Modi આજે બિહારના ગયાની મુલાકાતે, 13 હજાર કરોડની યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
સમગ્ર દેશ માટેનું મિશન
તાજેતરમાં સફળ મિશન Axiom-4 માંથી પરત ફરેલા શુક્લાએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)નો અનુભવ ભારતના પોતાના ગગનયાન-G1 મિશન માટે ખૂબ જ ઉપયોગી થશે. છેલ્લા એક વર્ષમાં મેં જે માહિતી એકત્રિત કરી છે તે આપણા પોતાના મિશન, ગગનયાન અને ભારતીય અવકાશ મથક માટે અત્યંત ઉપયોગી થશે. તેમણે કહ્યું કે, ખૂબ જ ટૂંક સમયમાં આપણે આપણા કેપ્સ્યુલ આપણા રોકેટ અને આપણી પોતાની જમીન પરથી કોઈને મોકલીશું. પોતાના મિશન અંગે શુક્લાએ સરકાર ISRO અને મિશનમાં યોગદાન આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, આ મિશન સમગ્ર દેશ માટેના મિશન જેવું લાગ્યું.
આ પણ વાંચોઃ Elvish Yadav ના ઘર પર ગોળીબાર કરનાર વ્યક્તિનું એન્કાઉન્ટર