ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુરૂગ્રામમાં ગમખ્વાર અકસ્માત, એક મહિલા,5 વર્ષની બાળકી સહિત 4નાં મોત

હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં એક ટેન્કરે કાર અને પીકઅપ વાનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જીવતા સળગવાથી ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત...
09:08 AM Nov 11, 2023 IST | Hiren Dave
હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં એક ટેન્કરે કાર અને પીકઅપ વાનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જીવતા સળગવાથી ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત...

હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં એક ટેન્કરે કાર અને પીકઅપ વાનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જીવતા સળગવાથી ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત દિલ્હી-જયપુર હાઈવે પર થયો હતો. અહીં એક ઓઈલ ટેન્કર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાયું હતું. ત્યાર બાદ એક કાર અને પીકઅપ વાન વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર બાદ કારમાં આગ લાગી હતી.

 

કારમાં સવાર લોકોને બચાવી શકાયા ન હતા

દિલ્હી-જયપુર હાઈવે પર સિદ્રાવલી ગામ પાસે  મોડી રાત્રે અકસ્માતના ઘટના સ્થળે પહોંચેલી ફાયર ફાઈટરની ટીમે કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ તેમાં સવાર લોકોને બચાવી શકાયા ન હતા. આ અગાઉ બુધવારે થયેલા અકસ્માતમાં સ્લીપર બસમાં આગ લાગતા બે મુસાફરો જીવતા ભૂંજાયા હતા જ્યારે 29 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

 

'મૃતકોની ઓળખ થઈ રહી છે'

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતમાં કાર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે આગને કારણે કાર બળી ગઈ હતી. વાહનવ્યવહાર ખુલ્લો મુકાયો છે.

હાઇસ્પીડ ઓઇલ ટેન્કર જયપુર તરફથી આવી રહ્યું હતું. ત્યારે આ ટેન્કર ડિવાઈડર તોડીને જયપુર તરફ જતી લાઈનમાં ઘુસી ગયું હતું. આ દરમિયાન જયપુરથી જઈ રહેલી કાર સાથે ટ્રકની ટક્કર થઈ હતી. આ પછી ટેન્કર ગ્રીલ તોડીને સર્વિસ લેન પાસે પહોંચ્યું હતું અને સામેથી આવતા પીકઅપ વાહનને ટક્કર મારી હતી.કારમાં સીએનજી હોવાના કારણે કાર ટેન્કર સાથે અથડાતાં જ તેમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. કારની અંદર જ તેમનું મોત થયું હતું.

આ  પણ  વાંચો -ધર્મનગરીમાં આજે દીપોત્સવ, 24.60 લાખ દીવા પ્રગટાવીને બનાવાશે વર્લ્ડ રેકોર્ડ, CM યોગી કરશે રામનો રાજ્યાભિષેક

 

 

Tags :
Delhi-Jaipur highwayroad accident
Next Article