ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ganesh Visarjan Mumbai : ગણપતિ બાપાને ભવ્ય વિદાય, મુંબઈમાં ગણેશ વિસર્જન માટે BMCની ખાસ તૈયારીઓ

અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન માટે મુંબઈ મહાનગરપાલિકાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. કૃત્રિમ તળાવો, લાઈફગાર્ડ, તબીબી કેન્દ્રો અને અન્ય સુવિધાઓ તૈયાર.
10:08 AM Sep 06, 2025 IST | Mihir Solanki
અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન માટે મુંબઈ મહાનગરપાલિકાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. કૃત્રિમ તળાવો, લાઈફગાર્ડ, તબીબી કેન્દ્રો અને અન્ય સુવિધાઓ તૈયાર.
Ganesh Visarjan Mumbai

Ganesh Visarjan Mumbai  : મુંબઈમાં ધામધૂમપૂર્વક ચાલી રહેલા ગણેશોત્સવનું પર્વ હવે તેની પરાકાષ્ઠા પર છે. દોઢ, પાંચ અને સાત દિવસના વિસર્જન બાદ હવે  અનંત ચતુર્દશીના શુભ દિવસે કરોડો ભક્તો ગણપતિ બાપાને ભવ્ય વિદાય આપશે. ગણેશ ભક્તોના આ ઉત્સાહને ધ્યાનમાં રાખીને, મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા એક વ્યાપક અને ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

વિસર્જન સ્થળ ખાતે સુવિધા ઉપલબ્ધ કરાઈ

વિસર્જન માટેના તમામ દરિયા કિનારાઓ, તળાવો અને ખાસ કરીને તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવો ખાતે વહીવટીતંત્રે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.પાલિકાના ડેપ્યુટી કમિશનર પ્રશાંત સપકાલે માહિતી આપતા જણાવ્યું કે, ગણેશની વિદાય માટે પાલિકાએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ વર્ષે કુલ 290 કૃત્રિમ તળાવો અને 69 કુદરતી વિસર્જન સ્થળો ખાતે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

66 જમર્ન રાફટર તૈયાર કરાયા

ખાસ કરીને વિસર્જન સ્થળોએ આવતા વાહનો ચોપાટીની ભીની રેતીમાં ફસાય નહીં તે માટે 1175 સ્ટીલની પ્લેટો બિછાવવામાં આવી છે. આ ઉપરાંત, નાની ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે જુદા જુદા સ્થળોએ 66 જર્મન રાફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિક્તા

ભક્તોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, ચોપાટી પર 2,178 લાઇફગાર્ડ્સ અને 56 મોટર બોટ તૈનાત કરાયા છે. વિસર્જન સ્થળો પર દેખરેખ રાખવા માટે 129 વોચ ટાવર અને મૂર્તિઓને પાણીમાં ઉતારવા માટે 42 ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સુવિધા માટે 287 સ્વાગત કેન્દ્રો ઉપરાંત, તાત્કાલિક સારવાર માટે 236 પ્રાથમિક સારવાર કેન્દ્રો અને 115 એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે.

સ્વચ્છતા માટે તમામ પગલા ઉઠાવાયા (Ganesh Visarjan Mumbai )

સ્વચ્છતા જળવાઈ રહે તે માટે 594 નિર્માલ્ય કળશ અને તેને એકત્ર કરવા માટે 307 વાહનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, વિસર્જન સ્થળોને પ્રકાશિત રાખવા માટે 6,188 ફ્લડલાઇટ અને 138 સર્ચલાઇટ લગાવવામાં આવી છે, તેમજ 197 મોબાઈલ શૌચાલયોની પણ સુવિધા ઉપલબ્ધ છે.

ઝેરી માછલીઓથી સાવધાન રહેવા સૂચના (Ganesh Visarjan Mumbai )

પાલિકાએ ભક્તોને ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન દરિયાકિનારે જોવા મળતી બ્લૂ બટન જેલીફિશ અને સ્ટિંગ રે જેવી ઝેરી માછલીઓથી સાવધાન રહેવાની અપીલ પણ કરી છે, જેના માટે વિશેષ તબીબી સહાય કેન્દ્ર પણ તૈયાર કરાયા છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભક્તો QR કોડ સ્કેન કરીને અથવા પાલિકાના વોટ્સએપ ચેટબોટ નંબર પર મેસેજ કરીને પોતાના ઘરની નજીકના કૃત્રિમ તળાવોની માહિતી સરળતાથી મેળવી શકે છે. આ સમગ્ર આયોજન ગણેશોત્સવના અંતિમ દિવસને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ છે

આ પણ વાંચો :  Ganesh Visarjan : ગણપતિ બાપ્પાના વિસર્જનનો આજે અંતિમ દિવસ, જાણો અમદાવાદમાં તંત્રની કેવી છે તૈયારી

Next Article