Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ganga Expressway : AI કેમેરાથી કપાશે ટોલ, જાણો કાર અને ટ્રક માટે કેટલો ખર્ચ થશે?

Ganga Expressway : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના સૌથી લાંબા એક્સપ્રેસવે પૈકીના એક એવા 'ગંગા એક્સપ્રેસવે'નું લોકાર્પણ કર્યું છે. મેરઠથી પ્રયાગરાજ વચ્ચે કાર માટે અંદાજે ₹1,515 ટોલ નક્કી કરાયો છે. ખાસ વાત એ છે કે અહીં AI કેમેરા અને સેન્સર આધારિત 'ક્લોઝ્ડ ટોલ સિસ્ટમ' લાગુ કરાઈ છે, જેનાથી વાહનોએ ટોલ ભરવા ઉભા રહેવું નહીં પડે.
ganga expressway   ai કેમેરાથી કપાશે ટોલ  જાણો કાર અને ટ્રક માટે કેટલો ખર્ચ થશે
Advertisement
  • Ganga Expressway નું પીએમ મોદી હસ્તે લોકાર્પણ!
  • હરદોઈના મલ્લાવાં ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ
  • મેરઠથી પ્રયાગરાજ સુધીની મુસાફરી થશે આસાન
  • કાર માટે અંદાજે 1,515 રૂપિયા ટોલ નક્કી કરાયો
  • FASTag અને AI કેમેરાથી વસૂલાશે ટોલ ટેક્સ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે Ganga Expressway નું લોકાર્પણ થયા બાદ તેને સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે . આ હાઈ-સ્પીડ કોરિડોરની કુલ લંબાઈ અને તેની ડિઝાઈન સ્પીડ 120 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે, જેના કારણે મેરઠથી પ્રયાગરાજ સુધીની જે મુસાફરી પહેલા 12 કલાકથી વધુ સમય લેતી હતી, તે હવે માત્ર 6 થી 7 કલાકમાં પૂર્ણ કરી શકાશે.

Advertisement

Ganga Expressway પર ટોલ દરોનું માળખું

યુપીડા (UPEIDA) દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ગંગા એક્સપ્રેસવે પર મુસાફરી કરવા માટે વાહનચાલકોએ અંતરના આધારે ટોલ ટેક્સ (Toll Tax) ચૂકવવો પડશે. કાર, જીપ અને વૅન જેવા હળવા વાહનો માટે પ્રતિ કિમી 2.55 રૂપિયાનો દર નક્કી કરાયો છે. જો કોઈ મુસાફર મેરઠથી પ્રયાગરાજ સુધી આખો રૂટ કાપે છે, તો તેણે અંદાજે 1,515 રૂપિયા ચૂકવવા પડશે. બસ અને ટ્રક માટે આ દર 8.20 રૂપિયા પ્રતિ કિમી છે, એટલે કે આખા રૂટનો ટોલ 4,840 રૂપિયાની આસપાસ થશે. ટુ-વ્હીલર અને ટ્રેક્ટર માટે પ્રતિ કિમી 1.28 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે.

Advertisement

Ganga Expressway પર હાઈ-ટેક ક્લોઝ્ડ ટોલ સિસ્ટમ

આ એક્સપ્રેસવેની સૌથી મોટી ખાસિયત તેની 'ક્લોઝ્ડ ટોલ સિસ્ટમ' (Closed Toll System) છે. અહીં વાહનચાલકોએ ટોલ બૂથ પર લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. ફાસ્ટેગ (FASTag) અને અત્યાધુનિક AI આધારિત હાઈ-સેન્સર કેમેરા દ્વારા વાહનની એન્ટ્રી અને એક્ઝિટ આપોઆપ ટ્રેક થશે અને સીધા જ બેંક ખાતામાંથી પૈસા કપાઈ જશે. આ ટેકનોલોજીથી સમય બચશે અને ઈંધણનો પણ બચાવ થશે.

12 જિલ્લામાંથી પસાર થાય છ એકસપ્રેસ વે

આ એક્સપ્રેસવે હાપુડ, બુલંદશહેર, અમરોહા, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી અને પ્રતાપગઢ જેવા 12 મહત્વના જિલ્લાઓમાંથી પસાર થાય છે. વડાપ્રધાન મોદી આજે સવારે 11:15 વાગ્યે હરદોઈ ખાતે ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી, અને જ્યાં તેઓએ વિશાળ જનમેદનીને સંબોધિત કરી અને એક્સપ્રેસવેના પ્રદર્શનનું નિરીક્ષણ પણ કર્યું.

આ પણ વાંચો : PM Modi Kashi Visit : PM મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં ષોડશોપચાર પદ્ધતિથી કરી પૂજા

Tags :
Advertisement

.

×