લગ્નની 40મી વર્ષગાંઠે પત્ની સાથે Gautambhai Adani એ કેદારનાથના કર્યા દર્શન
. ગૌતમભાઈ અને પ્રીતિબહેન અદાણીએ લગ્નની 40મી વર્ષગાંઠ કેદારનાથ ધામમાં પૂજા સાથે મનાવી
. વર્લ્ડ લેબર ડે પર, અદાણીએ 4 લાખ કર્મચારીઓ સાથે સંવાદ કરવા 'અપની બાત, અપનો કે સાથ' પહેલ ઘોષિત કરી
. અદાણીએ દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની પ્રેરણા આપી
Gautam Adani at Kedarnath: અદાણી જૂથ (Adani Group) ના ચેરમેન (Chairman) ગૌતમભાઈ અદાણી (Gautambhai Adani ) આજે પોતાના લગ્નની 40મી વર્ષગાંઠે પત્ની પ્રીતિબહેન અદાણી (Pritibahen Adani) સાથે કેદારનાથ ધામ (Kedarnath Dham) પહોચ્યા. જ્યાં તેમણે ભગવાન શિવની પૂજા-અર્ચના કરી. તેની કેટલીક તસવીરો સોશયલ મીડિયા મંચ એક્સ (Social Media platform X) પર શેયર કરવામાં આવી છે.
તસ્વીરોની સાથે લખેલા કેપ્શનમાં તેમણે પત્નીને પોતાની દરેક સફળતાનો આધાર ગણાવ્યા. સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ગૌતમભાઈ અદાણીએ કહ્યુ કે આજનો દિવસ મારા માટે વિશેષ છે, એક તરફ વિશ્વ શ્રમિક દિવસ (World Labour Day) છે અને બીજી તરફ મારા લગ્નની 40મી વર્ષગાંઠ (40th Wedding Anniversary) છે.
પ્રીતિનો સાથ મારી દરેક સફળતામાં એક વિનમ્ર આધાર: ગૌતમભાઈ અદાણી
તેમણે જણાવ્યું છે કે આ પાવન અવસરની શરૂઆત મેં મારી જીવનસંગિની પ્રતી સાથે કેદારનાથ ધામમાં ભગવાન મહાદેવના દર્શન અને આશિર્વાદથી કરી. એક્સ પોસ્ટ (X Post) માં તેમણે લખ્યું છે કે ચાર દશકાઓની આ યાત્રામાં, પ્રીતિનો સાથ મારા માટે માત્ર જીવનનું સંબળ નથી, પરંતુ દરેક પડકારમાં એક શાંત શક્તિ અને દરેક સફળતામાં એક વિનમ્ર આધાર (Humble foundation) રહ્યો છે, તેના માટે હું હ્રદયથી તેમનો આભારી છું.
આ પણ વાંચો : Hurun Global Rich List : અબજોપતિની સંખ્યામાં ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો
અદાણી જૂથના ચેરમેને આગળ લખ્યું છે કે અમે મહાદેવને પ્રાર્થના કરી છે કે તે આપણા દેશને નિરંતર પ્રગતિ, સમૃદ્ધિ અને શક્તિ પ્રદાન કરે, અને આપણને સૌને રાષ્ટ્રનિર્માણ (Nation Building) માં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાની પ્રેરણા આપે.
વર્લ્ડ લેબર ડે પર ગૌતમભાઈ અદાણીની નવી પહેલ
બીજી તરફ વર્લ્ડ લેબર ડે પર ગૌતમભાઈ અદાણીએ પોતાની નવી પહેલ અપની બાદ, અપનો કે સાથની ઘોષણા પણ કરી છે. તેમણે એક્સ પોસ્ટ પર લખ્યું છે કે આજે, વિશ્વ શ્રમિક દિવસના પ્રસંગે, હું અદાણી પરિવારના પોતાના 4 લાખથી વધુ સાથીઓ સાથે જોડાવા માટે એક નવી પહેલ, અપની બાત, અપનો કે સાથ- ('Apni Baat, Apno Ke Saath') ની શરૂઆત કરી રહ્યો છું.
आज का दिन मेरे लिए विशेष है, एक ओर विश्व श्रमिक दिवस है और दूसरी ओर मेरे विवाह की 40वीं वर्षगांठ।
इस पावन अवसर की शुरुआत मैंने अपनी जीवनसंगिनी प्रीति के साथ केदारनाथ धाम में भगवान महादेव के दर्शन और आशीर्वाद से की।
चार दशकों की इस यात्रा में, प्रीति का साथ मेरे लिए केवल जीवन… pic.twitter.com/J3yW5tsK1d
— Gautam Adani (@gautam_adani) May 1, 2026
આ અદાણી પરિવારના લોકો સાથે જોડાવાનો પ્રયાસ: ગૌતમભાઈ અદાણી
અદાણી જૂથના ચેરમેને જણાવ્યુ છે કે આ મારા માટે માત્ર એક ઔપચારિક સંવાદ (Formal dialogue) નથી, પરંતુ અદાણી પરિવારમાં તમામ સાથે દિલથી જોડાવાનો એક પ્રયાસ છે. આ પહેલના માધ્યમથી હું વખતોવખત પોતાના વિચાર, પોતાના અનુભવ અને પોતાની શીખ શેયર કરીશ અને એટલું જ વિનમ્રતાથી શીખવાનો પ્રયાસ પણ કરીશ.
તમારા સૌનો વિશ્વાસ અને સાથ જ મારી શક્તિ: ગૌતમભાઈ અદાણી
અદાણી જૂથના ચેરમેન ગૌતમભાઈ અદાણીએ કહ્યુ છે કે મારો દ્રઢ વિશ્વાસ છે કે જ્યારે અદાણી પરિવારના લાખો સદસ્યો એકબીજાના સહયોગી બનીને રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે જોડાશે, ત્યારે આપણે માત્ર યોજનાઓ જ નહીં બનાવીએ, પરંતુ વિકસિત ભારત (Developed India) ના સપનાને સાકાર કરવાની દિશામાં આપણું વિનમ્ર યોગદાન પણ આપી શકીશું. તમારા સૌનો વિશ્વાસ અને સાથ જ મારી સૌથી મોટી શક્તિ (Strength) છે.
આ પણ વાંચો : GreenX Talks 2026 : Adani Group એ પ્રતિભાઓને ‘એબિલિટી એવોર્ડ્સ’ થી નવાજ્યા


